જામનગર : સિક્કા નગરપાલિકાના પ્રમુખ સહિતનાઓ સામે ફોજદારી, કેમ ? જાણો શું છે આરોપ ?

0
1637

જામનગર જીલ્લાની સિક્કા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ સહિતના છ સખ્સો સામે પોક્સો એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. સિક્કાની અનુસુચિત પરિવારની સગીરા સાથે નગરપાલિકા પ્રમુખ સહિતનાઓએ કરેલ દુર્વ્યવહાર અંગે રજૂઆત કરવામાં આવ્યા બાદ લાંબા સમયે આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આરોપી પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે શોધખોળ શરુ કરી છે.

જામનગર જીલ્લાની સિક્કામાં રહેતા એક અનુસુચિત જાતિના પરિવારની ૧૭ વર્ષીય પુત્રી સાથે ત્રણ સખ્સોએ અલગ અલગ સમયે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. જેને લઈને સિક્કા પોલીસે જે તે સમયે ત્રણ સખ્સો સામે બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. જેને લઈને ગત જુલાઈ માસના ગાળા દરમિયાન સ્થાનિક નગરપાલિકા પ્રમુખ જાકુબ બારોયા સહિતનાઓએ એસપીને રજૂઆત કરી હતી કે નોંધાયેલ ફરિયાદ ખોટી છે અને આરોપીઓને ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી. આ રજૂઆતમાં ફરિયાદી પક્ષ સામે ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને લઈને જામનગર અનુસુચિત જાતી સમાજ અને ખેડા તેમજ સુરેન્દ્રનગરના સમાજના સંગઠનોએ ન્યાયની માંગણી કરી હતી. રજૂઆતમાં કરાયેલ આક્ષેપોને લઈને નગર પાલિકા પ્રમુખ સામે ફોજદારી નોંધવાની માંગણી કરવામાં આવી હતી. ત્રણ માસ બાદ ગઈ કાલે પ્રમુખ બારોયા તેમજ અન્ય પાંચ સહીત છ સખ્સો સામે આઈપીસી કલમ પોક્સો કલમ ૨૩, આઈપીસી  કલમ ૨૮૮ એ મુજબ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમ સિક્કા પીએસઆઈ જેડી પરમારે જણાવ્યું છે. બે દિવસ પૂર્વે થયેલ ફરિયાદ બાદ આરોપીઓ ભૂગર્ભમાં ચાલ્યા જતા પોલીસે તપાસ વિસ્તારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here