જામનગર અપડેટ્સ : કાલાવડ તાલુકા મથકે ચાર કિ.મી. દૂર આવેલ નવા માર્કેટીંગ યાર્ડ પાસે શ્રમિક યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. પોતાની પત્નીએ દારૂ પીવાની ના પાડતા લાગી આવ્યું હતું અને વાડીએ પડેલી ઝેરી દવા પી અંતિમ પગલુ ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

જામનગર જિલ્લામાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ કાલાવડ તાલુકાના નવા માર્કેટીંગ યાર્ડ પાસે વિકાસભાઇ નથુભાઇ નિહાલ (ઉ.વ.30) નામના યુવાને ગત તા.26મી ના રોજ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન હોસ્પિટલ ખસેડાયેલા આ યુવાનનું લાંબી સારવાર બાદ મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની જ્યોતિબેન નિહાલએ પોલીસમાં નિવેદન આપ્યું હતું. દારૂ પીવાની ટેવ ધરાવતા પતિને દારૂ પીવાની ના પાડતા તેને લાગી આવ્યું હતું અને ઝેરી દવા પી લીધી હોવાની તેમ પત્નીએ પોલીસમાં નિવેદન આપ્યું હતું. આ બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.