KBC : ભરૂચનો ટેણીયો ૨૫ લાખ જીત્યો, અમિતાભે આપ્યો આવો કોલ

0
596

જામનગર : ભરૂચની કંપનીમાં નોકરી કરતા પિતાનો ૧૪ વર્ષીય પુત્ર કૌન બનેગા કરોડ પતી સો માંથી રૂપિયા ૨૫ લાખ જીતી ગયો છે. બાળકની બુદ્ધિ ચાતુર્ય પર મહાનાયક અમિતાભ પણ આફરીન થઇ ગયા છે. જો કે જીતેલી મુળી ટેણીયાએ ત્યારે મળશે જયારે તે પુખ્ત થશે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા ટીવી સો  ‘કૌન બનેગા કરોડ પતિ’માં હાલ સ્પેશિયલ બાળકોના એપિસોડ ચાલી રહ્યા છે. જેમાં ભરુચના એક ટેણીયાએ કમાલ કરી છે. ધોરણ આઠમાં અભ્યાસ કરતા માત્ર વર્ષની  ઉમર ધરાવતા અમોલ શાસ્ત્રીએ જુનીયર સોમાં બાજી મારી છે. ટોપ ટેન બાળકોને પછાડી હોટ સીટ પર પહોચેલા અમોલે ૨૫ લાખ જીત્યા છે. જો કે ૫૦ લાખના સવાલના જવાબ આપવાનું ટાળતા અમોલે આ રાશી માટે હકદાર બન્યો છે. જો કે નિયમ મુજબ ચાર વર્ષ પછી એટલે કે અમોલ ૧૮ વર્ષનો થશે ત્યારે જ આ રકમ આપવામાં આવશે. ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગતો અમોલ પોતાની યુ ટ્યુબ ચેનલ ચલાવે છે. અમિતાભ બચ્ચને આ વાત જાણી ત્યારે તેઓએ વચન આપ્યું હતું કે તેઓ ચેનલની પ્રસિદ્ધિ માટે મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here