ખંભાળીયા નગ્નકાંડ : પાંચેય મુખ્ય આરોપીઓ પાસા હેઠળ જેલ ભેગા

0
1093

જામનગર અપડેટ્સ : ખંભાલીયાના બહુ ચર્ચિત નગ્નકાંડ મામલે પોલીસની ખાતાકીય તપાસ અંતિમ ચરણમાં પહોચી છે. આ પ્રકરણની  છેક ગાંધીનગર સુધી નોંધ લેવાતા પોલીસે તાત્કાલિક પાંચેય આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. હજુ આ પ્રકરણમાં વધુ આરોપીઓની ધરપકડ અને પોલીસની સંડોવણીની શક્યતાઓ તોળાઈ રહી છે ત્યાં આજે પકડાયેલ પાંચેય મુખ્ય આરોપીઓ સામે પાસાનું સસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. પોલીસની દરખાસ્ત કલેકટરે માન્ય રાખતા પાંચેયને જુદી જુદી જેલમાં મોકલી આપવા કાર્યવાહીનો ધમધમાટ શરુ થયો છે.


દેવભૂમિ દ્વારકા જીલ્લાના બહુ ચર્ચિત નગ્નકાંડ મામલે ખંભાલીયા પોલીસ દફતરના ઇન્ચાર્જ પીઆઈ સહીત નવ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને હજુ વધુ કડાકા ભડાકાના આસાર સર્જાઈ રહ્યા છે. ખંભાલીયા પીઆઈ ગઢવી અને આરોપી નજીકના સબંધી થાય છે. જે દિવસે ઘટના ઘટી તે દિવસે પીઆઈ રજા પર હતા. તેથી તેઓને લીવ રિજર્વમાં મુકાયા છે. પરંતુ રેંજ આઈજી દ્વારા રેગ્યુલર પીઆઈ પર તપાસ બેસાડી દેવામાં આવી છે. જેમાં પીઆઈ અને આરોપીઓ  વચ્ચે કેવી અને કેટલી સાંઠગાંઠ છે ? તેનો ખુલાસો થશે. બીજી તરફ પાંચેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ ઘટનાએ પોલીસની પ્રતિષ્ઠા હણી લીધી છે ત્યારે રેંજ આઈજી સહિતના અધિકારીને સરકારે તાત્કાલિક ખંભાલીયા દોડાવ્યા હતા. આઈજીએ તાત્કાલિક કમાંડ સંભાળી લીધી હતી. અને પોલીસકર્મિઓ સામે આકરા પગલા ભર્યા હતા. બીજી તરફ આવી ઘટના ભવિષ્યમાં ન બને તે હેતુથી પોલીસે પકડાયેલ પાંચેય આરોપીઓ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. અતિ ગુપ્ત રાહે તૈયાર કરાયેલ આ દરખાસ્તને કલેકટરે મંજુર કરતા પોલીસ જેલમાં રહેલ આરોપીઓનો કબજો મેળવ્યો છે. જેમાંના બે આરોપીઓને સુરત મધ્યસ્થ જેલ અને અન્ય ત્રણને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

 જયારે ચંદુ રુડાચને નગ્ન કરી બજારમાં ફેરવીને પોલીસ દફતરે લઇ જવો એ પ્રિપ્લાન હતો કે કેમ તે બાબતે ખુલાસો થયો નથી પરંતુ સુત્રોનું માનવામાં આવે તો આ બાબતનો પણ તાગ મળી ગયો છે. આ ઉપરાંત રિમાન્ડ દરમિયાન વધુ સખ્સોની સંડોવણી સામે આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. આગામી દિવસોમાં જે સખ્સોના નામ ખુલ્યા છે તે સખ્સોની ધરપકડ થશે એમ પણ ઉમેર્યું હતું.

કોણ કોણ છે આરોપીઓ

(૧) ભારા જોધાભાઈ ભોજાણી (૨) કિરીટ જોધાભાઈ ભોજાણ (૩) પ્રતાપ જોધાભાઈ ભોજાણી (૪) કાના જોધાભાઈ ભોજાણી (૫) માણસી ભીખુ ભોજાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here