જામનગર : છેલ્લા દાયકામાં ભણતર બોજ લાગવાથી અનેક માસૂમ ભૂલકાઓએ આપઘાત કરી લીધાન બનાવો બન્યા છે. સમાજ ચિંતકો વિચારે અને બાળકોને સમજાવી નવી જિંદગી આપે એવું પ્લેટફોર્મ હજુ પણ જમીની સ્તરે વિકસાવી શકાયું નથી. જામનગરમાં ધોરણ દસની વિદ્યાર્થીનીએ ભણતરના ભારથી કંટાળી આપઘાત કરી લીધો છે.

જામનગરમાં માસૂમ વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. જેની વિગત મુજબ, શંકરટેકરી પાણીના ટાંકાપાસે ઓમ શાંતી પાનની પાસે રહેતા એક પરિવારની માધવીબેન દીપકભાઇ ચાવડા ઉવ-૧૫ નામની ધોરણ દસમા ભણતી વિદ્યાર્થીનીએ આજે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સતત ડીપ્રેશનમાં રહેતી હતી. જેથી આજ રોજ પોતાના ધરે સાડી વડે ગળેફાસો ખાઇ જીવતરનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે પ્રકાશભાઈ ચાવડાએ જાણ કરતા સીટી સી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.