જામનગર અપડેટ્સ: જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામે આંગણવાડીમાં નોકરી કરતી પરિણીતા પર તેના જ પતીએ તલવાર વડે હુમલો કરી હાથની આંગળીઓ કાપી નાખી, માથાના ભાગે તલવારના ઘા જીકી ગંભીર ઈજાઓ પહોચાડી છે. વર્ષોથી રીસામણે બેસેલ પત્ની આંગણવાડી અને હોસ્પિટલમાં નોકરી કરતી પત્નીનો આ વ્યવહાર પતિને ગમતો ન હોવાનથી બોલાચાલી કરી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

રાજકોટ જીલ્લાના ઉપલેટા ગામે ભાડાના મકાનમાં રહેતી અને જામજોધપુર તાલુકાના માંડાસણ ગામે આંગણવાડીમાં નોકરી કરતી રમીલાબેન વિપુલભાઇ પ્રેમજીભાઇ મકવાણા ઉ.વ.૩૫ નામની મહિલાના લગ્ન માંડાસણ ગામે રહેતા વિપુલ મકવાણા સાથે થયા હતા. દસ વર્ષ પૂર્વે લગ્ન થયા બાદ રમીલાબેને બે દીકરીઓને જન્મ આપ્યો હતો. દરમિયાન દંપતી વચ્ચે મનદુઃખ થતા રમીલાબેન રીસામણે ચાલ્યા ગયા હતા. અને ઉપલેટા રહી માંડાસણ ગામે આંગણવાડી વર્કર તરીકે નોકરી કરતા હતા. ગઈ કાલે તેઓ ઉપલેટાથી બસમાં બેસી માંડાસણ ગામે નોકરીએ ગયા હતા. તેઓ આંગણવાડીએ હતા ત્યાં તેઓના પતી આવ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા.

દરમિયાન ઉકેરાઈ જઈ વિપુલભાઈએ પોતાના હાથમા પ્રાણઘાતક હથીયાર તલવાર ધારણ કરી રમીલાબેનને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં તલવાર વડે જીવલેણ હુમલો કરી તલવારનો ઘા મારી જીવલેણ ગંભીર ઇજા પહોચાડી તથા તલવાર વડે શરીરે આડેધડ ઘા મારી તેણીના જમણા હાથનો અંગુઠો તથા આંગળીઓ કાપી નાખી, બન્ને હાથ તથા પગમા તલવાર વડે આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ પહોચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયો હતો. આ બનાવ બાદ ગંભીર રીતે ઘવાયેલ તેણીને ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર લીધા બાદ તેણીએ પોતાના પતી સામે જામજોધપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પંદરેક વર્ષ પૂર્વે બંનેના લગ્ન થયા હતા. લગ્નગાળા દરમિયાન તેણીને બે પુત્રીઓ માધવી ઉવ ૧૫ અને સ્મિત ઉવ 12 વાળી દીકરીઓ જન્મી હતી. બંને વચ્ચે મનદુઃખ થતા તેણીની માવતરે રાણા કંડોરણા ગામે ચાલી ગઈ હતી. બંને પુત્રીઓને પિયરમાં રાખી તેણીની ઉપેલતા રહી માંડાસણ ગામે આંગણવાડી વર્કર તરીકે અને બપોર બાદ હોસ્પિટલમાં નોકરી કરતી હતી. દરમિયાન તેણીએ આરોપી પતિ સામે ભરણપોષણનો પણ કેસ કર્યો હતો.