જામનગર: પતિએ ચારિત્ય પર શંકા કરી માર મારી પત્નીને બે દિવસ રૂમમાં પૂરી રાખી

0
1401

જામનગર: અમદાવાદમાં ચોક્કસ વિસ્તારમાં રહેતી એક મહિલા પર દહેજ ભૂખ્યા પતિએ ત્રણ સંતાનો થયા બાદ પત્નીના ચારીત્ય પર શંકાઓ કરી બહાર નીકળ્યું બંધ કરી દઈ દારુ પી દંગલ મચાવી મહિલાને બે દિવસ રૂમમાં પૂરી રાખી ત્રાસ આપ્યો હોવાની મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. લાચાર અબળા ત્રણેય સંતાનો સાથે જામનગર પિયરનો આસરો લીધો છે.

વધતા જતા સ્ત્રી અત્યાચારના બનાવોમાં વધુ એક બનાવનો ઉમેરો થયો થયો છે. જામનગરમાં પિયર ધરાવતી એક મહિલાના લગ્ન અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા વીરેન્દ્રસિંહ સોલંકી સાથે થયા હતા. વર્ષ ૨૦૦૭માં લગ્ન કરી પરિણીતા અમદાવાદ આવી હતી. આ 17 વર્ષના લગ્નગાળા દરમિયાન તેણીને બે દીકરા અને એક દીકરીઓ રૂપે ત્રણ સંતાન થયા હતા.  લગ્નના શરૂઆતમાં પતીએ તેણીને પિયરમાંથી દહેજની ચીજવસ્તુઓ લાવવા દબાણ કરી અનેક ઘરવખરી લઇ લીધી હતી. સમયજતા દારૂની લતે ચડી ગયેલ પતી વીરેન્દ્રસિંહએ તેણી પર ગાળાગાળી કરી માર મારવો શરુ કર્યો હતો અને તેણીએ ચારીત્ય પર પણ શંકાઓ કરવી શરુ કરી હતી. તારે ઘરેથી બહાર નીકળવું નહી એમ કહી પતિએ તેણીને બે દિવસ રૂમમાં બંધ કરી દીધી હતી. તેણીએ 181 અભયમ સેવાની મદદ લઇ રૂમમાંથી બહાર કાઢી તેણીને પોતાના ત્રણેય સંતાનો સાથે અમદાવાદની બસમાં બેસાડી પીયર મોકલી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here