જામનગરમાં જીજી હોસ્પિટલમાં એક વોર્ડમાં દાખલ દર્દી તથા અન્ય બે વ્યક્તિઓ મળીને ત્રણ વ્યક્તિઓના મોબાઇલની એક સાથે ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે સીટી બી ડિવિઝન પોલીસે આ ઘટના ના પગલે સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસ શરૂ કરી છે જેમાં ચોક્કસ શકશોની ભૂમિકા સામે આવી છે આ શખ્સો સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગરની સૌથી મોટી સરકારી એવી જીજી હોસ્પિટલમાં વાહન ચોરી ઉપરાંત દર્દીઓના તેમજ દર્દીઓના સગા વહાલાઓની ચીજ વસ્તુઓની અવારનવાર ચોરી થતી રહી છે ત્યારે વધુ એક ઘટના પોલીસ તત્તર સુધી પહોંચી છે જેમાં જૂની બિલ્ડીંગ ના એન્ટીબોર્ડમાં દાખલ ઉમેશભાઈ રણજીતભાઈ બારીયા ના સાસુ તથા તેમના સાડી અને વિજયભાઈ ના મોબાઈલની ચોરી થયાની ફરિયાદ સીટી બી ડિવિઝન પોલીસમાં દાખલ કરવામાં આવી છે.

પોતાના સાસુની તબિયત સારી ન હોવાથી દાખલ કરવામાં આવ્યા છે જેથી તેમના સાડી અને સંબંધીઓ તેમને ખબર અંતર પૂછવા ગયા હતા. દરમિયાન કોઈક ચોર ઘુશી ગયો હતો અને મોબાઈલની ચોરી કરી લીધી હતી રૂપિયા 25,000 ની કિંમતના ત્રણ મોબાઇલ ચોરી થઈ જતા સીટી બી ડિવિઝન પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે પોલીસે અમુક શખ્સોને અલગ તારવીને તેમના સગડ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.