ભાણવડ: ચૂંટણી પૂર્વે તાલુકા પંચાયતના સદસ્ય પર કરાયો હુમલો

0
895

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની ઢેબર સીટ પર ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્ય પર તેના પ્રતિસ્પર્ધી હારી ગયેલા ઉમેદવારે હુમલો કરી ઘાતક ઇજા પહોંચાડ્યાની પોલીસ દફત્તરે ફરિયાદ નોંધાઇ છે. દોઢ વર્ષ પૂર્વે યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘાયલ ઉમેદવારે આરોપીને હરાવ્યા હતા. આ બાબતનો ખાસ રાખીને હુમલો કરાયો હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ છે.

વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણીના કશ્મકસ વાતાવરણ વચ્ચે અગાઉની ચૂંટણીનો ખાર રાખીને ભાણવડ તાલુકાના ઢેબર ગામે તાલુકા પંચાયતના સદસ્ય પર હુમલો થયો છે. આ બનાવની પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ દોઢ વર્ષ પૂર્વે યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાણવડ તાલુકા પંચાયતની ઢેબર બેઠક પર કાસમભાઇ જુમાભાઈ હિંગોરાએ દાવેદારી કરી હતી. આ ચૂંટણીમાં કાસમ ભાઈએ તેના પ્રતિસ્પર્ધી હુસેનભાઈ ઇબ્રાહીમભાઇ હિંગોરા ને હરાવ્યા હતા.
ગત તારીખ 26 મીના રોજ સાંજે છેક વાગ્યાના સોમવારે કાસમભાઈ તથા અન્ય ગ્રામજનો જંગીશા પીરની દરગાહના ઓટા પર બેસી સમૂહ લગ્નના ફાળાનો હિસાબ કરતા હતા ત્યારે આરોપી જુનેશ ઈબ્રાહીમ હિંગોરા હાથમાં લાકડી સાથે દોડી આવ્યો હતો. કોઈપણ જાતની વાતચીત કર્યા વગર પીઠ પાછળથી હુમલો કરી માથાના ભાગે બે લાકડીના ઘા મારી ત્રીજો ઘા હાથ પર માર્યો હતો. જેને લઇને આજુબાજુમાં બેઠેલા માણસોએ જુનેશભાઈ ને પકડી લીધા હતા. છતાં પણ આરોપીએ ઢીકા પાટુનો માર્યો હતો. જુનસ બાદ તેના સગા ભાઈ હુસેનભાઇ પણ હાથમાં લાકડા ની કોદાળી લઈ આવી પહોંચ્યા હતા અને જુનસભાઈ ને માર મારવા લાગ્યા હતા. હુસેનભાઇને પણ અન્ય માણસોએ પકડી લઈ રોકાવી લીધા હતા. ‘તું ગામ મૂકીને જતો રહેજે નહિતર તને હું જાનથી મારી નાખીશ’ એવી હુસેન ભાઈએ જુનશભાઈને જતા જતા ધમકી આપી હતી દરમિયાન બેભાન થઈ ગયેલા જુનેશભાઈને ભાણવડ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓના માથામાં હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને તેઓને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
દોઢ વર્ષ પૂર્વે તાલુકા પંચાયતની ઢેબર બેઠક પર આરોપી હુસેનભાઇને જુનેશભાઈએ પરાજય આપ્યો હતો જેનો ખાર રાખીને હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે તાલુકા પંચાયતની ચૂંટણીના બંદૂકને લઈને કરાયેલા સદસ્ય પરના હુમલાને લઈને સ્થાનિક વાતાવરણ ગરમાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here