જામજોધપુર: ચિક્કાર નશામાં રિવોલ્વર લહેરાવી નીકળેલ ફાટકમેનનો સીન વિખાઈ ગયો

0
773

જામજોધપુર તાલુકાના સત્તાપર ગામે બસ સ્ટેન્ડ પાસે તાલુકા પોલીસે દરોડો પાડી કાર લઇ નીકળેલા રેલવે ફાટકને તરીકે નોકરી કરતા જૂનાગઢના એક શખ્સને આંતરી લઇ તેના કબજામાંથી એક રિવોલ્વર કબજે કરી છે. આ સખ્સ ચિક્કાર દારૂ પીધેલ હોવાથી પોલીસે તેની સામે આર્મ્સ રૂરલ લાઇસન્સનો ભંગ કરવા સબબ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે

જામજોધપુર તાલુકા મથકથી 20 કિલોમીટર દૂર આવેલ સત્તાપર ગામે ગત મોડી રાત્રે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક કારને આંતરી લીધી હતી. કારની તલાસી લેતા જૂનાગઢમાં માંગરોળ રોડ પર ઝાંઝરડા મહેશ નગર ખાતે રહેતો અને રેલવેમાં નોકરી કરતો નટવરલાલ કાળુભાઈ તેરૈયા નામનો શખ્સ ચિક્કાર દારૂ પીધેલા હોવાનું સામે આવ્યું હતું.

આ સબસે જાહેરમાં કોઇ કાયદા વિરુદ્ધ માં હેતુ માટે વાપરવાના ઇરાદાથી રિવોલ્વર સાથે નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું જેને લઇને પોલીસે જાહેરમાં રિવોલ્વર સાથે નીકળેલા અને બક્વાસ કરતા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે કારની તલાસી લેતાં એક બોટલ દારૂ મળી આવ્યો હતો. ચિક્કાર નશામાં રહેલ સેક્સ કરતો હોવાથી પોલીસે તેની સામે હથીયાર લાઇસન્સનો ભંગ કરવા તેમ જ દારૂની બોટલ તેમજ પીધેલો મળી આવતા પ્રોહિબિશન ધારાની મુજબ કાર્યવાહી કરી છે. પોલીસે આ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here