#૨૮૦૦ગુજરાતપોલીસ : પોલીસના આંદોલનનો ફિયાસ્કો ?

0
612

જામનગર : પોલીસ વિભાગમાં પણ ગ્રેડ પે ને લઈને સોશીયલ મીડિયામાં શરુ થયેલ ટ્રેન્ડ ગઈ કાલ સુધી અવિરત હતો પરંતુ ગઈ કાલે ડીજીની વીસી બાદ એકાએક આ ડીજીટલ આંદોલન ધરાસાઈ થઇ ગયું છે.

શિસ્તબદ્ધ પક્ષ તરીકે ગણના પામતા પોલીસ વિભાગમાં તાજેતરમાં સોશિયલ મીડિયામાં ગ્રેડ પેને લઈને વિરોધનો વંટોળ ઉભો થયો હતો. ૨૪ કલાકની ફરજ છતાં પણ ૧૮૦૦ રૂપિયાના ગ્રેડ પે સામે રાજ્યભરમાંથી ફેસબુક, ટ્વીટર અને ટેલીગ્રામમાં રાતોરાત આંદોલનનો શુર પ્રબળ બન્યો હતો. ટેલીગ્રામના ગ્રુપમાં તો ત્રીસ હજાર ઉપરાંત સભ્યો રાતોરાત જોડાઈ ગયા હતા.

બીજી તરફ મીડિયાને પણ આ રૂખને પારખી લઇ આંદોલનને બહોળું કવરેજ આપ્યું હતું. જેને લઈને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું. ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા તેમજ ગાંધીનગરથી શરુ થયેલ આ ડીજીટલ આંદોલન વેગવાન બનતા વધુ સમસ્યા આવી પડે તે પૂર્વે ગઈ કાલે સાંજે રાજ્યના પોલીસ વદા શિવાનંદ ઝાએ દરેક જીલ્લાના એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વીસી યોજી હતી. જેમાં અમુક જીલ્લાના એસપીનું આ બાબતે ધ્યાન દોરી રીપોર્ટ કરવાની સુચના આપવામાં આવી હતી.

જેને લઈને દરેક જીલ્લામાં સાંજે યોજાતા રોલકોલ વખતે જ પોલીસકર્મીઓને સ્પષ્ટ સુચના આપી દેવામાં આવી હતી. આ સુચનાના કલાકો બાદ જ સોશિયલ મીડિયાના જે એકાઉન્ટ બનાવાયા હતા તે ધડાધડ ડી-એક્ટીવેટ થવા લાગ્યા હતા અને સવાર થતા જ ગ્રેડ પેનું ડીજીટલ આંદોલન મુરજાઈ ગયું હતું. જેમ જેમ સોશિયલ મીડિયાનો પ્રવાહ જોડાતો હતો. તેમ તેમ સરકાર પર દબાણ વધતું હતું સરકારે જ પોલીસ પર દબાણ લઇ આવી પોલીસનું આંદોલન કચડી નાખ્યું છે એમ પોલીસકર્મીઓએ મત દર્શાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here