એક મહિનામાં જામનગરમાં કરાયું ૧૯૦૦ શંકાસ્પદ દર્દીઓનું પરીક્ષણ

0
492

જામનગર : જામનગરની જીજી હોસ્પિટલમાં આજે જામનગરના જ ૪૦ શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓનું પરીક્ષણ થયું છે. જેમાં તમામ નમૂનાઓ નેગેટીવ આવતા વધુ એક વખત શહેર સહિત જીલ્લાભરમાં નાગરિકોની સાથે તંત્રએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા એક મહીનાંથી શરુ થયેલ પરીક્ષણમાં સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાંથી આવેલ ૧૯૦૦ ઉપરાંત નમૂનાઓનું પરીક્ષણ થયુ છે. જેમાં માત્ર ૧૩ દર્દીઓ પોજીટીવ આવ્યા છે. જયારે ગીર સોમનાથ જીલ્લાની એક મહિલાનું પાંચમી વખત પરીક્ષણ થયુ છે. બીજી તરફ  જામનગG.G.Hospitalરમાં ગત તા. પાંચમીના રોજ દરેડના બાળ દર્દીનો રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ ત્રીજા દિવસે તેમનું મૃત્યુ નીપજ્યું છે. એટલે એમ કહી   સકાય કે જામનગરમાં એક માત્ર નોંધાયેલ પોજીટીવ બાળ દર્દીનું મૃત્યુ નીપજ્યા બાદ તંત્રના પ્રયાસ અને નાગરિકોની સજાગતાને લઈને કોરોના સંક્રમણને હાલ પુરતું ખાળી સકાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here