આ વર્ષે કઈ રાશીના જાતકોને કેવો લાભ? આમ કરવાથી થશે લાભ

0
51

દિવાળી એ ભારતનો મુખ્ય તહેવાર છે, જે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઊજવવામાં આવે છે. દિવાળીને રોશનીનો તહેવાર પણ કહેવામાં આવે છે. એ અંધકાર પર પ્રકાશની જીત, અજ્ઞાન પર જ્ઞાન અને અનિષ્ટ પર ઇષ્ટની જીતનું પ્રતીક છે. દિવાળીના દિવસે લોકો પોતાના ઘરને દીવાઓ અને રંગબેરંગી રોશનીથી શણગારે છે. દિવાળીનો તહેવાર દેવી લક્ષ્મીની વિશેષ પૂજા માટે પણ જાણીતો છે.

આ દિવસે લોકો દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મેળવવા અને તેમનાં ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિની કામના કરવા માટે ધાર્મિક વિધિઓ અનુસાર દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરે છે. આ દિવસે લોકો લક્ષ્મીની પૂજા કરવા માટે નવાં વસ્ત્રો પહેરે છે. આવી સ્થિતિમાં જો દરેક રાશિના જાતકો દિવાળીના દિવસે રાશિ પ્રમાણે રંગીન કપડાં પહેરે છે તો તેમને વિશેષ આશીર્વાદ મળે છે. માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને કીર્તિ આવે છે. આ સાથે ઘરમાં કાયમી ધનસંપત્તિ અને રૂપિયાની આવક જળવાઈ રહે એ માટે વિશેષ ઉપાયો પણ કરવા જોઈએ. બીજું કે આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે દાન કરવાથી આખા વર્ષ સુધી તેનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આજે જાણો તમારી રાશિ પ્રમાણે વિવિધ ઉપાયો અને દાન વિશેની માહિતી…..

મેષ રાશિ : મેષ રાશિના જાતકોએ દિવાળી પર લક્ષ્મીજીની પૂજા કરવા માટે લાલ કે એની સમાન રંગનાં કપડાં પહેરવાં જોઈએ. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

દિવાળીનો વિશેષ ઉપાયઃ જો તમે અઢળક ધન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તમારે દિવાળીના દિવસે હાથજોડીનાં મૂળની પૂજા કરવી જોઈએ અને ત્યાર બાદ રાત્રિના સમયે એને ઘરની તિજોરીમાં રાખી દો. હાથજોડી એક છોડનાં મૂળ હોય છે જેની આકૃતિ માણસના જોડાયેલા હાથ જેવી હોય છે. દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ધનનું આગમન થાય છે.

દાનઃ મેષ રાશિવાળાએ સાવરણીનું દાન કરવું જોઈએ, એનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે.

વૃષભ રાશિ : દિવાળીના દિવસે વૃષભ રાશિના જાતકોએ લક્ષ્મી પૂજા દરમિયાન વાદળી રંગનાં કપડાં પહેરવાં જોઈએ. તમે વાદળીમાં સ્કાય બ્લૂ કે રોયલ બ્લૂ જેવા રંગનાં કપડાં પહેરી શકો છો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક લાભ અને સમૃદ્ધિની સંભાવનાઓ રહે છે.

દિવાળીનો વિશેષ ઉપાયઃ જો તમે ઈચ્છો છો કે તમારી પાસે ધન ક્યારેય ઘટે નહીં તો દિવાળીના દિવસે અભિમંત્રિત સિદ્ધયંત્ર અને સ્ફટિક શ્રીયંત્રની પૂજા કરીને ઘરમાં સ્થાપિત કરો અને મનમાં માતા લક્ષ્મીનું ધ્યાન કરો. આમ કરવાથી જીવનમાં ક્યારેય ધનનો અભાવ થતો નથી.

દાનઃ વૃષભ જાતકોએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ. એનાથી પુણ્યની પ્રાપ્તિ થશે અને પાપોથી મુક્તિ મળશે.

મિથુન રાશિ : જો મિથુન રાશિના લોકો દિવાળી પર નારંગી રંગનાં કપડાં પહેરે છે તો એ તેમના માટે ખૂબ જ સારું રહેશે. નારંગી રંગ પૈસા આકર્ષવામાં મદદરૂપ માનવામાં આવે છે.

દિવાળીનો વિશેષ ઉપાયઃ જો તમે ઈચ્છો છો કે આખું વર્ષ તમારો બિઝનેસ સતત વધતો રહે અને ધનવર્ષા થતી રહે તો તમારે એક એકાક્ષી નાળિયેર, જેને માતા લક્ષ્મીનું સક્ષાત્ સ્વરૂપ માનવામાં આવે છે, એનું પૂજન કરવું જોઈએ. એને ઘરના પૂજાઘર કે તિજોરીમાં રાખી શકો છો.

દાનઃ મિથુન રાશિવાળાએ ગરીબ કે જરૂરિયાતમમંદ લોકોને કપડાંનું દાન કરવું જોઈએ. એનાથી દેવી-દેવતાઓના આશીર્વાદ મળશે.

કર્ક રાશિ : કર્ક રાશિના જાતકોએ દિવાળીની પૂજા દરમિયાન લીલાં વસ્ત્રો પહેરવાં જોઈએ. કર્ક રાશિ માટે લીલો રંગ સૌથી શુભ માનવામાં આવે છે.

દિવાળીનો વિશેષ ઉપાયઃ જો તમે તમારી પારિવારની આવક વધારવા ઈચ્છો છો તો દિવાળીની રાત્રે ચાંદીની ડબ્બીમાં નાગકેસર અને મધ મિક્સ કરી પૂજા સ્થળ પર રાખો. પૂજા બાદ તમે ઈચ્છો તો એને પૈસા રાખવાની જગ્યાએ રાખી શકો છો. દિવાળીના દિવસે આવું કરવાથી તમારી પારિવારિક આવકમાં વૃદ્ધિ થશે.

દાનઃ કર્ક જાતકોએ પાણીનું દાન કરવું કે પાણીની સેવા ચાલુ કરવી. પાણીનું દાન કરવાથી તમારી ઘણી પરેશાની ઓછી થઈ જશે.

સિંહ રાશિ: સિંહ રાશિના લોકોએ દિવાળીના દિવસે ભૂરા રંગનાં કપડાં પહેરવાં જોઈએ. આ રંગ તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

દિવાળીનો વિશેષ ઉપાયઃ જો તમે કોઈ નોકરી કરી રહ્યાં છો તો પગાર વધારો કે પ્રમોશન મેળવવા દિવાળીના દિવસે પૂજા કરતી વખતે કમળગટ્ટાને માતા લક્ષ્મીને અર્પણ કરો. પૂજા કર્યા પછી એને તમે તિજોરીમાં મૂકી શકો છો. આમ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે.

દાનઃ સિંહ રાશિના જાતકોએ પીળી મીઠાઈનું દાન કરવું, જેનાથી ઘરમાં સુખ શાંતિ રહેશે.

કન્યા રાશિ: દિવાળી પર આર્થિક લાભ માટે કન્યા રાશિના લોકોએ સફેદ વસ્ત્રો પહેરવાં જોઈએ. જો તમારે સંપૂર્ણપણે સફેદ કપડાં પહેરવાં ન હોય તો સફેદ સાથે અન્ય રંગનાં કપડાં પસંદ કરી શકો છો.

દિવાળીનો વિશેષ ઉપાયઃ જો તમે તમારા દુર્ભાગ્યનો અંત કરવા ઈચ્છતા હો તો દિવાળીના દિવસે પાંચ ગોમતી ચક્ર, હળદર અને ચાંદીના સિક્કાને પીળા વસ્ત્રમાં બાંધીને પૂજા કર્યા પછી ઘરની તિજોરીમાં રાખી દો. આમ કરવાથી તમારા દુર્ભાગ્યનો નાશ થશે અને ધનવર્ષા થશે.

દાનઃ કન્યા રાશિના જાતકોએ સાવરણીનું દાન કરવું જોઈએ. એનાથી ઘરમાં પૈસાની અછત નહીં રહે.

તુલા રાશિ : જીવનમાં સમૃદ્ધિ મેળવવા અને આર્થિક નુકસાનથી બચવા માટે તુલા રાશિના જાતકોએ દિવાળીની પૂજા દરમિયાન પીળા કે સમાન રંગનાં કપડાં પહેરવાં જોઈએ.

દિવાળીનો વિશેષ ઉપાયઃ જો તમે અનેક પ્રયાસો કરવા છતાં પણ આવકમાં વધારો કરવામાં નિષ્ફળ રહ્યા હો તો દિવાળીની રાત્રે કાળી હળદરને ચાંદીનાં સિક્કાની સાથે પીળા વસ્ત્રમાં બાંધીને ઘરની તિજોરીમાં રાખી દો. આમ કરવાથી આવકના રસ્તા ખૂલશે.

દાનઃ આ રાશિના જાતકોએ અન્નનું દાન કરવું જોઈએ. એનાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મળશે.

વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોએ દિવાળી પર લક્ષ્મીની પૂજા કરવા માટે મરૂન રંગનાં કપડાં પહેરવાં ખૂબ જ શુભ રહેશે.

દિવાળીનો વિશેષ ઉપાયઃ દિવાળીના દિવસે ગાંઠવાળી પીળી હળદરને ઘરે લાવો. આ હળદરને કોરા કપડામાં રાખો અને લક્ષ્મીપૂજનમાં ષોડશોપચાર પૂજા કર્યા પછી એને તિજોરીમાં રાખી દો. એનાથી ધનલાભના અવસર પ્રાપ્ત થશે.

દાનઃ આ દિવાળીએ આ રાશિના જાતકોએ ગોળનું દાન કરવું જોઈએ. એનાથી પૈસાની તંગીથી છુટકારો મળશે અને સફળતાના નવા રસ્તાઓ ખૂલશે.

ધન રાશિ: ધન રાશિના લોકોએ દિવાળીના દિવસે જાંબલી રંગનાં કપડાં પહેરવાં ખૂબ જ શુભ રહેશે.

દિવાળીનો વિશેષ ઉપાયઃ જો તમે અઢળક ધન-સંપત્તિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો દિવાળીના દિવસે કોડીઓ ખરીદીને લાવો અને એને કેસરથી રંગો. રાત્રે મહાલક્ષ્મીની ષોડશોપચાર પૂજામાં આ કોડીઓ સમર્પિત કરો. પછી એને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો.

દાનઃ ધન જાતકોએ દિવાળી પર પીળી મીઠાઈ અને પીળા રંગનાં કપડાંનું દાન કરવું જોઈએ. એનાથી ગ્રહો શાંત થશે અને કાર્યમાં સફળતા મળશે.

દિવાળીનો વિશેષ ઉપાયઃ દિવાળીના દિવસે ગાંઠવાળી પીળી હળદરને ઘરે લાવો. આ હળદરને કોરા કપડામાં રાખો અને લક્ષ્મીપૂજનમાં ષોડશોપચાર પૂજા કર્યા પછી એને તિજોરીમાં રાખી દો. એનાથી ધનલાભના અવસર પ્રાપ્ત થશે. દાનઃ આ દિવાળીએ આ રાશિના જાતકોએ ગોળનું દાન કરવું જોઈએ. એનાથી પૈસાની તંગીથી છુટકારો મળશે અને સફળતાના નવા રસ્તાઓ ખૂલશે.

મકર રાશિ: દિવાળીના દિવસે મકર રાશિના લોકોએ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા અને જીવનમાં ખુશીઓ લાવવા માટે વાદળી રંગનાં કપડાં પહેરવાં જોઈએ.

દિવાળીનો વિશેષ ઉપાયઃ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનમાં 11 કોડીનું પૂજન કરો. આ કોડીઓને પીળા રંગના કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખી દો. દિવાળીના દિવસે આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ફળસ્વરૂપે તમારી તિજોરી હંમેશાં પૈસાથી છલકાતી રહેશે.

દાનઃ મકર રાશિના જાતકોએ મંદિર કે અનાથાશ્રમમાં પુસ્તકનું દાન કરવું જોઈએ. એનાથી નોકરીમાં પ્રગતિ થશે.

કુંભ રાશિ: કુંભ રાશિના જાતકોએ દિવાળીના દિવસે રાખોડી રંગનાં કપડાં પહેરવાં જોઈએ. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

દિવાળીનો વિશેષ ઉપાયઃ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે તમારા ઘરના મુખ્યદ્વાર પર 11 કોડીને લાલ કપડામાં બાંધીને લટકાવી દો. દિવાળીના દિવસે આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરમાં કોઈપણ નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી..

દાનઃ આ રાશિના જાતકોએ જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું દાન કરવું જોઈએ, એનાથી બધાં દેવી-દેવતા અને પિતૃઓના આશીર્વાદ મળશે.

મીન રાશિ: દિવાળી પર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે મીન રાશિના લોકોએ ગુલાબી રંગનાં કપડાં પહેરવાં જોઈએ. એનાથી જીવનમાં ખુશીઓ આવે છે.

દિવાળીનો વિશેષ ઉપાયઃ જો તમને વારંવાર નજર લાગી જતી હોય તો દિવાળીના દિવસે એક પીળા રંગની કોડીને પોતાના ગળામાં પહેરી લો. આમ કરવાથી ખરાબ નજરથી બચી શકશો અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે.દાનઃ મીન રાશિના જાતકોએ પાણીનું દાન કરવું જોઈએ અને પાણીની વ્યવસ્થા કરવી. એનાથી પાપોથી મુક્તિ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here