વેલકમ : અફઘાનિસ્તાનમાં ફસાયેલ ભારતીયોનું જામનગરમાં કરાયું એરલીફ્ટ

0
720

જામનગર અપડેટ્સ : તાલીબાન દ્વારા ફેલાવાયેલ અરાજકતાને લઈને અફઘાનીસ્તાનમાં ફસાયેલ ભારતીયો પૈકી ૧૫૪ ભારતીયોનું આજે સલામત રીતે એરલીફટ કરવામાં આવ્યું છે. કાબુલથી સવારે રવાના થયેલ ભારતીય વાયુ સેનાનું ગ્લોબ માસ્તર સી ૧૭ વિમાન આજે અગ્યાર વાગ્યે જામનગર એરપોર્ટ પર લીફ્ટ થયું છે.

છેલ્લા એક સપ્તાહથી અફઘાનિસ્તાનમાં અરાજકતાનું વાતાવરણ નિર્માણ પામ્યું છે. તાલીબાનો દ્વારા તમામ વહીવટી સહિતની સતાઓ અંકે કરવા એક પછી એક શહેર પર કબજો જમાવવા પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે અફઘાનિસ્તાનમાં રહેલ ભારતીયોની સુરક્ષા માટે ભારતીય દુતાવાસ સક્રિય હતું. જો કે તાલીબાન દ્વારા આપવામાં આવેલ ધમકીઓને લઈને ભારતમાં ખાસ કરીને ત્યાં જે ભારતીયો છે તેના પરિવાર જનોમાં ચિંતા ફેલાઈ હતી. પરંતુ ભારતીય દુતાવાસ દ્વારા તંદુરસ્ત વાતાઘાટો થઇ હતી અને ભારતીયોના એરલીફ્ટ માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. જેને લઈને આજે આજે કબુલથી ૧૫૪ ભારતીયોને લઈને ભારતીય એરફોર્સનું પ્લેન આજે અગ્યાર વાગ્યે જામનગર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. તમામનું મંત્રી હકુભા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, મેરામણભાઈ ભાટુ સહિતનાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ તમામ ભારતીયોના ચહેરા પર અપાર ખુશી છલકતી જોવા મળી હતી.

એરફોર્સ દ્વારા તમામ યાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બીજી તરફ કાર્ગો પ્લેનમાં પણ ફ્યુઅલ ભરવામાં આવ્યું હતું. અહીથી અઢી કલાક બાદ પ્લેને દિલ્લી તરફની ઉડાન ભરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here