વાયરલ ઓડિયો : આરસી ફળદુની વિરુદ્ધમાં બોલતા નિવૃત અધિકારીને સમાજ અગ્રણીઓએ ઠપકો આપ્યો

0
1414

જામનગર અપડેટ્સ : જામનગર તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય અને નિવૃત મામલતદાર વચ્ચે કોરોનાની સારવાર સબંધિત થયેલ ચર્ચામાં કેબીનેટ મંત્રી સામેનો રોષ પ્રકટ થતા જ સમાજ અને ભાજપ લાલ ઘૂમ થઇ ગયા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. આ ઓડિયો વાયરલ થતા જ કેબીનેટ મંત્રી સામે રોષ  ફેલાયો છે. આ રોષને શાંત કરવા પટેલ સમાજના અગ્રણીઓ મેદાને આવી ગયા હોય તેમ નિવૃત મામલતદારને ઠપકો આપ્યો છે. જેને લઈને નિવૃત મામલતદારે પોતાનો વધુ એક ઓડિયો વાયરલ કરી આરસી ફળદુની માફી માંગી છે. આ કથિત ઓડિયોમાં નિવૃત મામલતદાર કબુલે છે  કે તેઓને સમાજ આગેવાનો પણ ઠપકો આપ્યો છે.

વાયરલ ઓડિયોમાં જે બંને વ્યક્તિઓ વચ્ચે સંવાદ થયા તે પ્રથમ તસ્વીરમાં નિવૃત અધિકારી અને અન્ય તસ્વીરમાં કાંતિ દુધાગરા

મંત્રી આરસી ફળદુ ખોવાયા છે એવા પોસ્ટર સોશ્યલ મીડિયામાં વાયરલ થયાના ત્રીજા જ દિવસે મંત્રી વિરુદ્ધ ભાજપમાં રહેલ રોષ અને મંત્રીની કાર્યપ્રણાલી તેમજ કોરોનાની સારવારમાં ફળદુની નીરસ કામગીરી સબંધિત થયેલ ચર્ચાઓ અંગેનો ઓડિયો  વાયરલ  થતા ભાજપ અને પટેલ સમાજમાં ભડકો થયો હતો. ઓડિયોમાં કેબીનેટ મંત્રીની કાર્યવાહીને લઈને નારાજગી દર્શાવવામાં આવી હતી. જામનગર તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય કાંતિભાઈ દુધાગરા અને નીર્વૃત મામલતદાર પ્રવીણ માધાણી વચ્ચે થયેલ  વાતચીતનો ઓડિયો ચર્ચાનું કેન્દ્ર બનતા કેબીનેટ મંત્રીને બચાવવા ભાજપ અને પટેલ સમાજના અગ્રણીઓ મેદાને આવ્યા હતા. જીલ્લા પંચાયત પ્રમુખ ચાનીયારાએ તો કેબીનેટ મંત્રીને સૂર્ય સાથે સરખાવી તેઓની પ્રમાણિક છબી પર મસપોતું ફેરવ્યું હતું. જયારે જીલ્લા ભાજપાએ આ ઓડિયો કલીપ ઉપજાવી કાઢેલ હોવાનું ગાણું ગયું હતું. હાલ આ ઓડિયો કલીપ ચર્ચાનો  વિષય બની છે ત્યાં આજે નિવૃત મામલતદારની વધુ એક ઓડિયો કલીપ સામે આવી છે. જેમાં તેઓ આરસી ફળદુની માફી માગી છે. સાથે સાથે સમાજનાં અગ્રણીઓએ પણ આ બાબતે ઠપકો આપ્યો હોવાનું ઓડિયોમાં કહી રહ્યા છે.   જેને લઈને વધુ એક ચર્ચા જાગી છે કે નિવૃત સરકારી અધિકારીને સમાજે માફી માંગવા મજબુર કર્યા છે ? આ બાબતમાં સત્ય જે હોય તે પણ ઓડિયોને લઈને રાજકારણ અને પટેલ સમાજમાં ભારે મડાગાંઠ બંધાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here