અપડેટ્સ : કોરોનાગ્રસ્ત ધારાસભ્ય રાઘવજી પટેલને અમદાવાદ ખસેડાયા

0
916

જામનગર : ગત સપ્તાહે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને પાંચ વખતના ભાજપના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ અને રાજ્ય મંત્રી હકુભા જાડેજાને કોરોના પોઝીટીવ આવ્યા બાદ વધુ એક ભાજપના ધારાસભ્ય કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. જામનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય રાઘવજી પટેલનો રિપોર્ટ પોઝીટીવ આવતા હોસ્પિટલાઈઝડ કરવામાં આવ્યા હતા. એક દિવસની સારવાર બાદ પટેલને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

આજે રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને કોરોના લાગુ પડયાનાના સમાચાર વહેતા થયા ત્યાં વધુ એક ભાજપના ધારાસભ્ય પણ પોઝીટીવ જાહેર થયા છે. જામનગર ગ્રામીણ ધારાસભ્ય રાઘવજી પટેલને પણ કોરોનાનાં લક્ષણો જણાતા તેઓએ રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જામનગરની કોવીડ હોસ્પિટલમાં એક દિવસની સારવાર બાદ ધારાસભ્ય પટેલને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. ધારાસભ્ય રાઘવજીભાઈને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય મંત્રી હકુભા જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ બાદ વધુ એક ભાજપ નેતા કોરોના સંક્રમિત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here