અનલોક ૫ : આવી છે ગાઈડલાઈન, સિનેમા, શિક્ષણ અને યુવા વર્ગ માટે મોટા સમાચાર

0
848

આવતીકાલથી શરુ થનાર અનલોક પાંચને લઈને કેન્દ્ર સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ અનલોકમાં શિક્ષણ અને સિનેમા અંગે મહાવતના નિર્ણય લેવામાં આવ્યા છે. નવી માર્ગદર્શિકાની મુખ્ય બાબતો નીચે મુજબ છે.


• ૧૫ ઓક્ટોબર પછી કંટેન્ટમેન્ટ સિવાયના વિસ્તારમાં સિનેમા હોલ અને થીયેટર હોલ ખોલશે
• ૫૦ ટકા દર્શકોને ઓડીટોરીયમમાં પ્રવેશ,
• ૧૫ ઓક્ટોબર પછી શાળા ખોલવા માટે નિર્ણય લેવાની સતા રાજ્ય સરકારોને સોપાઈ
• નવરાત્રીમાં મોટા આયોજકોને મનાઈ, શેરી ગરબા અંગે વિચારણા કરાશે
• ૧૫ ઓકટોબરથી કંટેન્ટમેન્ટ સિવાયના વિસ્તારમાં સ્વીમીંગ પુલ પણ ખુલશે
• ટ્યુશન ક્લાસ શરુ કરવા અંગે રાજ્ય સરકારને સતા સોપાઈ
• શાળા ચાલુ કરવા માટે વાલીઓની મંજુરી જરૂરી બનાવાઈ
• સ્કૂલ શરૂ થયા પછી વિદ્યાર્થીને સ્કૂલે આવવા ફરજ પાડી શકાશે નહીં
• 31 ઓક્ટોબર સુધી કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો ચુસ્ત અમલ જારી
• બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે જે વાણિજ્ય મંત્રાલયની શરતોને આધિન રહેશે.
• ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમીંગ પુલ ખુલશે.
• મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.
• ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવા ભલામણ.
• સ્કૂલો ખૂલ્યા પછી પણ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ જ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડવી.
• વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ-કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે.
• હાજરી માટે કોઈ ફરજ નહીં પાડી શકાય, તેનો સંપૂર્ણ આધાર વાલીની સંમતિ પર રહેશે.


• સ્કૂલોએ ખૂલ્યા પછી પણ શિક્ષણ વિભાગની એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે.
• કોલેજો-ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય પણ આ રીતે જ લેવાશે.
• પીએચડી-અનુસ્નાતક જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 15મી પછી લેબ/પ્રયોગકાર્યને મંજૂરી.
• કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક/શૈક્ષણિક/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે.
• બંધ હોલમાં બેઠક ક્ષમતાના મહત્તમ 50% અને વધુમાં વધુ 200 લોકોને મંજૂરી અપાશે. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-થર્મલ સ્ક્રીનિંગ-હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે.
• કોમર્શિયલ ધોરણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધિત.
• મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળો બંધ રહેશે.
• રાજ્ય સરકારો કન્ટેન્મેન્ટ ઝોન બહાર કોઈ લોકડાઉનનો અમલ નહીં કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here