હાલારના બે PIની સ્ટેટ વિજીલન્સમાં બદલી, જામનગર જીલ્લામાં પાંચ PSIની પણ અરસપરસ બદલી, કોણ ક્યાં ? જાણો અહીં

0
1485

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ બેડામાં મહતમ ફેરફારો થયો છે. જામજોધપુર તાલુકા પીઆઈ પ્રજાપતિ અને દેવભૂમિ દ્વારકા જીલ્લા એસઓજી પીઆઈને સ્ટેટ મોનીટરીંગ સેલ (વિજીલન્સ)માં બદલી કરવામાં આવી છે. જયારે જામનગરમાં પાંચ પીએસઆઈની અરસ પરસ બદલીઓ થઇ છે. જેમાં જામજોધપુર પીએસઆઈ તરીકે જામનગરથી વાયબી રાણાને બદલી આપવામાં આવી છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનાના પોલીસબેડામાં ફરજ બજાવતા પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓની બદલીના ઓર્ડર નીકળ્યા છે. જેમાં સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં ઇન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવતા વાય બી રાણાને જામજોધપુર, બેડી મરીન પોલીસ દફતરના મિલન આહીરને એરપોર્ટ સિક્યોરીટી, મહિલા પોલીસ દફતરના વી કે કણજારીયાને બેડી મરીન અને પંચકોશી બી ડીવીજનમાં ફરજ બજાવતા એમ આર સવસેટાને રીડર ટુ એસપી અને રીડર પીએસઆઈ એન જે જાડેજાને જામનગર બી ડીવીજન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.


જયારે જામજોધપુર પીઆઈ આર બી પ્રજાપતિ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના એસઓજી  પીઆઈ જે એમ પટેલને સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજ્ય (વિજીલન્સ)માં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ફરજ  બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સાજન વસરાની પણ સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here