માહિતીખાતાના બે કર્મીઓ પોણા બે લાખની લાંચ લેતા પકડાયા

0
2110

સુરત માહિતી ખાતાના સહાયક માહિતી નિયામક અને જુનિયર ક્લાર્ક ₹2,70,000 ની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા છે. અકબર સંચાલક પાસેથી જાહેર ખબર ની અરજી રીન્યુઅલ પેટે બંને કર્મચારીઓએ 5.40 લાખની લાંચની માંગણી કર્યા બાદ અડધી રકમનો પ્રથમ હપ્તો લેતા બંને કર્મચારીઓ રંગે હાથ પકડાઈ ગયા છે.

સુરત નાનપુરા વિસ્તારમાં બહુમાળી કમ્પાઉન્ડ ની બહાર આવેલ સ્વસ્તિક ઝેરોક્ષ ની દુકાન માં નાનપુરા પ્રાદેશિક માહિતી કચેરીમાં ફરજ બજાવતા સહાયક માહિતી નિયામક કૌશિક ઝાલાભાઇ પરમાર અને જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા સતિષભાઈ દયારામ ભાઈ જાદવ નામના બે કર્મચારીઓ આજે ₹2,70,000 ની લંચ લેતા પકડાઈ ગયા છે સુરત એસીબી કચેરીના મદદનીશ નિયામક આર આર ચૌધરી ના સુપરવિઝન હેઠળ સુરત એસીબીના પીઆઇ એ કે ચૌહાણ સહિતના સ્ટાફે આજે ઝેરોક્ષની દુકાનમાં છટકું ગોઠવ્યું હતું અને બંને કર્મચારીઓને અખબાર પ્રકાશિત કરતા એક વ્યક્તિ પાસેથી લાંચ સ્વીકારતા પકડી પાડ્યા હતા. દૈનિક અખબાર પ્રકાશિત કરતા ફરિયાદી પાસેથી બંને કર્મચારીઓએ અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબર પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રેન્યુઅલ માટે કાર્યવાહી આગળ ધપાવવા ₹5,40,000 ની લાંચની માંગણી કરી હતી આ લાંચ પૈકીની અડધી રકમનો પ્રથમ હપ્તો લેવા જતા બંને કર્મચારીઓ આબાદ પકડાઈ ગયા છે બંને આરોપીઓને એસબીએ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here