જોડિયા : કતલખાને ધકેલાતા ૪૩ પાડાઓને છોડાવી લેવાયા, શિવસેના આવી વ્હારે

0
672

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના દુધઈ ગામે ગઈ કાલે વહેલી સવારે પસાર થતા એક ટ્રકને ઉભો રખાવી મોરબી શિવસેનાની ટીમે ૪૩ પાડાઓને મુક્ત કરાવી, કચ્છના બે સખ્સો સામે જોડિયા પોલીસમાં પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના કાયદા હેઠળ ફરિયાદ નોધાવી છે.

જામનગર જીલ્લાના જોડિયા તાલુકા મથકથી ૨૯ કિમી દુર આવેલ દૂધઈ ગામ નજીક ગઈ કાલે એક ટ્રકને આંતરી લઇ ખીચોખીચ ૪૩ ભરેલા ૪૩ પાડાઓને કતલ ખાને કતલ થતા અટકાવી લેવામાં આવ્યા છે. મોરબી શીવસેનાની ટીમે કાર્યવાહી કરી ટ્રક ચાલક-ક્લીનર સામે જોડિયા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. જેની વિગત મુજબ, દુધઈ ગામ પાસે ગઈ કાલે વહેલી સવારે ચારેક વાગ્યાના સુમારે મોરબી શિવસેના પ્રમુખ કમલેશભાઇ ભગવાનભાઇ રૂજા અને તેની ટીમ દ્વારા એક ટ્રકને આંતરી લઇ તેની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ટ્રક અંદર ૪૩ પાડાઓ ભરેલ મળી આવ્યા હતા. ઇમરાન મહમદ લાડક જાતે મીયાણા ઉ.વ ૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે કુક્માગામ તા ભુજ જી ભુજ-કરછ તથા હુસેનભાઇ મીરભાઇ વાસકેલ જાતે સંધી ઉ.વ ૨૫ ધંધો કલેન્ડર રહે.ભીડીયારો ગામ તા.ભુજ જી કરછ-ભુજ નામના બંને સખ્સોએ પાસ-પરમિટ વગર કે આધાર વગર પોતાના હવાલા કબ્જાના ભોગવટાનો ટ્રકમા જીવતા પશુ પાડા નં ૪૩ ને ત્રાસ થાય તે રીતે અને ટ્રકમા ખીચોખીચ ભરી તેમજ નીરણ ચારણ તથા પાણીની સગવડ રાખ્યા વગર પશુ પ્રત્યે ઘાતકીપણાનુ વર્તન રાખી પરિવહન કરાવતા પકડી પાડ્યા હતા. શિવસેનાની ટીમે ટ્રકમાના ૪૩ પાડાઓ સાથે ટ્રક અને બંને સખ્સોને જોડિયા પોલીસને સુર્પ્રત કર્યા હતા. પોલીસે બંને સખ્સો સામે ઈ.પી.કો.ક.૨૭૯,૧૧૪ તથા પશુ પ્રત્યેનો ઘાતકીપણા અટકાવાનો અધિનિયમ ક. ૧૧ (D), (E), (F), (H)  તથા એમ.વી.એક્ટ ક. ૧૭૭,૧૮૪ તથા જી.પી.એક્ટ ક. ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here