બદલી : ચૂંટણી પૂર્વે જામનગરના 5 PSIની બદલી, દ્વારકામાં 4 નવા PSI ઉમેરાયા

0
722

જામનગર: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્વે રાજ્યમાં 77 બિનહથિયારી પીએસઆઇની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરના પાંચ પીએસાઈનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લાના પાંચ પીએસાઈની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાંથી અહીં બે પીએસઆઈની નિયુક્તિ કરવામાં આવી છે. બદલઈ પામેલ પીએસઆઇ પીસી સરવૈયાને સુરત ગ્રામ્ય,
એડી વાળાને જૂનાગઢ, એ આઈ મૂળીયાણાને ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે અન્ય બે મહિલા પીએસઆઈની પણ બદલી કરવામાં આવી છે જેમાંકે કે પરમાર પંચમહાલ તેમજ એ એમ ચારણને આઈબી ગાંધીનગર ખાતે ઓર્ડર થયા છે.

જ્યારે અન્ય જિલ્લામાંથી બે પીએસઆઈ જામનગર મુકાયા છે. જેમાં સુરતથી નોયડા ઇન્દુજાબેન ઇબ્રાહિમભાઈ અને ભાવનગરથી આર એ વાઢેરનો સમાવેશ થાય છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ પીએસઆઈની અન્ય જિલ્લામાંથી અહીં બદલી કરવામાં આવી છે. જેમાં પોરબંદરથી આર એ નોયડા, ભાવનગરથી એમ ડી મકવાણા અને વડોદરાથી એ બી ગોઢાણીયા અને અમદાવાદથી એસ વી ગળચરનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here