હદ કરી !!! કોરોના દર્દીઓએ સમરસ હોસ્ટેલના વિધાર્થીઓને પણ ન છોડ્યા, કરી ચોરી

0
624

જામનગર : અમદાવાદમાં આવેલ  ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં દાખલ રહેલા કોરોના પોજીટીવ દર્દીઓએ કોવિડ કેર સેન્ટરમાં વિદ્યાર્થીઓના રૂમના તાળા તોડી કપડા અને ઘડિયાળ સહિતના સામાનની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

સમરસ હોસ્ટેલમાં મંગળવારે રાત્રે સાડા નવે વાગ્યે એક દર્દીએ આવીને સંચાલકોને ફરિયાદ કરી હતી કે, કેટલાક કોરોના પોઝિટિવ દર્દીઓ બી-૩ અને બી-૪ બ્લોકના નવમા તેમજ દસમા માળે બંધ રૂમનાં તાળાં તોડી ચોરી કરી રહ્યાં છે. જેને લઈને સિક્યુરિટી ગાર્ડે તપાસ કરતાં નવ  કોરોનાના દર્દીએ વિદ્યાર્થીઓનાં કપડાં, ઘડિયાળો સહિતની ચીજો ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી સિક્યુરીટી સ્ટાફે ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં અરજી કરી હતી. જાણવા મળેલી વિગત મુજબ સમરસ હોસ્ટેલમાં બી- અને બી-4 બ્લોકના 9 અને 10મા માળ કોવિડ કેર સેન્ટરને ફાળવવામાં આવ્યા નથી. ત્યાં તમામ રૂમને તાળાં મારીને બંધ રાખવામાં આવ્યા છે. જ્યાં આ દર્દીઓએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here