જામનગર: જિલ્લાના આ IAS અધિકારી બન્યા કોરોના સંક્રમિત

0
946

જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધતા આરોગ્યતંત્રમાં ચિંતનો વધારો થયો છે ગઈકાલે જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ કોરોના સંક્રમણ બન્યા છે. આ ઉપરાંત ત્રણ તબીબી વિદ્યાર્થીઓને એક ઉદ્યોગપતિ સહિત નવ દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. તો બે જ  દિવસમાં 21 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર ઊંધા માથે થયું છે.

જામનગર શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.તારીખ 13 મીના રોજ શહેરમાં બાર દર્દીઓ નોંધાયા બાદ ગઈકાલે વધુ નવ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર ની ચિંતામાં વધારો થયો છે. ગઈકાલે સામે આવેલા દર્દીઓમાં જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલનો પણ સમાવેશ થાય છે.

સામાન્ય લક્ષણોને લઈને આઈએએસ અધિકારી મિહિર પટેલે જીજી હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો  જે પોઝિટિવ જાહેર થયો છે.હાલ આ આઈએએસ અધિકારી હોમ આઇસોલેટ થયા છે અને તેઓની તબિયત સુધારા પર હોવાનું તેઓએ જણાવ્યું છે. તો બીજી તરફ જિલ્લા શહેરના ત્રણ તબીબી છાત્રો અને એક ઉદ્યોગપતિ સહિત અન્ય નવ દર્દીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. શહેર જિલ્લામાં સતત વધી રહેલ કોરોના સંક્રમણના પ્રમાણને લઈને આરોગ્યતંત્રની સાથે સાથે નાગરિકોમાં પણ ચિંતા પ્રસરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here