મહુવાવાળી પોલીસ અરજીએ ભારે કરી, સોશ્યલ મીડિયામાં એવા ટ્રોલ થયા આ પાત્રો ને નકશો કે…..

0
1343

જામનગર અપડેટ્સ : એક યુગલના વ્યભિચારને લઈને ત્રસ્ત કોઈ નાગરિક દ્વારા મહુવા પોલીસને સંબોધી, ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગણી અને યુગલને પકડી પાડવાની માંગણી કરતી કથિત અરજી ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાયરલની થતા જ રાતોરાત મહુવા ચમક્યું હતું. એક યુગલ જે મકાનમાં રંગરેલીયા મનાવવા આવે છે એ મકાનનું પરફેક્ટ એડ્રેસ અને બંને પાત્રોના વર્ણન થતા તપાસમાં લેડી પોલીસ કોન્સ્ટેબલની માંગણીને લઈને લખવામાં આવેલ શબ્દાવલી એવી તે ટ્રોલ થઇ કે સોશ્યલ મીડિયામાં સૌ કોઈને ઘેલું ગલાડ્યું હતું. જો કે આ અરજી કોઈ ટીખળખોરે મજા લુંટવા માટે જાણી જોયને તૈયાર કરી વાયરલ કરી હોય એમ લાગી રહ્યું છે.

મહુવામાં ચોક્કસ મકાનમાં સમાયંતરે એક યુગલ માત્ર રંગરેલીયા મનાવવા આવે છે. જેને લઈને પ્રતિષ્ઠિત વર્ગ પરેશાન બન્યો છે. વ્યભિચાર ભર્યા વ્યવહારમાંથી મુક્તિ અપાવવાની માંગણી કરતી અને મહુવા પોલીસને સંબોધી લખાયેલ એક નનામી અરજી સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી.

અરજીમાં સૌથી ધ્યાન ખેચે એવી બાબત એ હતી કે અરજદારે બંને પાત્રોનું સચોટ વર્ણન કર્યું હતું. ઉપરાંત જે મકાનમાં  કામલીલા થાય છે તેમ મકાને કઈ રીતે અને કયા માર્ગે પહોચાય છે તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રસ્તામાં જે જે ફેમસ દુકાન, દવાખાના સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આટલું ઓછું લાગ્યું હોય તેમ અરજદારે જે તે સ્થળ એટલે કે જે મકાનમાં વ્યભિચાર કરવામાં આવે છે તે મકાન દર્શાવતો પરફેક્ટ નકશો પણ બીડાણમાં આપ્યો છે.

કાળો જાડિયો પુરુષ અને કાળી ભૂત જેવી લાગતી સ્ત્રીનું વર્ણન તેમજ છગનભાઈ હાઈડવેઈદનું દવાખાનું એવું તે વાયરલ થયું કે સમગ્ર રાજ્યમાં આ મુદ્દે ટ્રેન્ડીગ બની ગયો, એમાય અમુક તો વચ્ચે આશારામને પણ લઇ આવ્યા હતા. તો અમુકે પોલીસ આવી તપાસ કરશે  ? એમ પણ મત દર્શાવ્યો હતો તો અરજદારની લેડી કોસ્ટેબલને તપાસમાં રાખવાની માંગણી પણ હાસ્યાસ્પદ બની હતી. હજુ પણ મહુવા વાળી અરજી ટ્વીટર, ઇન્સ્તા અને ફેસબુકમાં ટ્રેન્ડ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here