નગરસેવીકાએ પોતાના જન્મ દિવસે કર્યું આવું કાર્ય, તમામે કહ્યું ‘બાર બાર દિન એ આયે…’

0
776

જામનગર : હાલ કોરોનાકાળમાં નાના મોટા ધંધા અને ધંધાદાર્યો પર વિપરીત અસર થઇ છે. સરકારના નિયંત્રણોને કારણે છૂટક ધંધો કરતા નાના વ્યાપારીઓની રોજી રોટી છીનવાઈ ગઈ છે. પેટનો ખાડો પૂર્વ શાકભાજી અને ફ્રુટ વેચતા નાના ધંધાર્થીઓને પરાણે ધંધો કરવા બજારમાં નીકળવું પડ્યુ હતું.

આવા સમયે જામનગર મહાનગર પાલિકા દ્વારા આ ધંધાર્થીઓની રેકડીઓ જપ્તે કરી લેવામાં આવી હતી. જેથી આ ધંધાર્થીઓની હાલત કફોળી થઇ હતી. આ ધંધાર્થીઓની વહારે આજે મહિલા નગરસેવિકા જેનબ ખફી આ નાના વ્યવસાયિકોની વહારે આવ્યા હતા. પોતાના જન્મ દિવસની આ મહિલા નગરસેવકે અનોખી ઉજવણી કરી તમામ ધંધાર્થીઓના જપ્તે કરેલા વજન કાંટા છોડાવી આપી પોતે જ દંડ ભરી દીધો હતો. પોતાના ધંધાના ઓજારો છૂટી જતા ધંધાર્થીઓએ ખુસી વ્યક્ત કરી નગરસેવકના જન્મ દિવસની કેક સાથે કાપી ઉજવણી કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here