સરવૈયું: કાલાવડ બેઠકના મુખ્ય ત્રણ ઉમેદવારમાં કોણ છે કંગાળ?

0
687

 ૨૦૨૨ની ૧૪મી વિધાનસભાની સામાન્ય ચૂંટણી રસપ્રદ બની રહેશે.  ભાજપ અને કોગ્રેસ વચ્ચે સીધી હરિફાઈમાં ત્રીજો મોરચો આપ પણ બરાબર સેટ થઇ ગયો છે. બાહુબલી ઉમેદવારોની સાથે સાથે એવા પણ ઉમેદવારો છે સાવ સામાન્ય છે. જામનગર જીલ્લાની પાંચ બેઠકના ઉમેદવારોએ રજુ કરેલ એફિડેવીટમાં કોણ કોણ સમૃદ્ધ છે અને કોણ સામાન્ય ? તેની વિગતો ટાંકી છે. આજે વાત કરવી છે કાલાવડ બેઠકના ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારની,

જામનગર જીલ્લાના વિધાસભા વિસ્તારની પ્રથમ બેઠક ભૂતકાળના તમામ પરિણામોને નજર સમક્ષ રાખીએ તો આ બેઠક ભાજપાનો ગઢ રહી છે. પરંતુ ગત વિધાસભામાં કોંગ્રેસના પ્રવીણ મુસડીયાએ આ બેઠક આંચકી લીધી, પ્રવીણભાઈએ આ બેઠક માત્ર જીતી જ નથી પણ છેલ્લા પાંચ વર્ષથી ગ્રાઉન્ડ જીરો પર જનતાની વચ્ચે રહેવામાં પણ સફળ રહ્યા છે. પરંતુ પ્રવીણભાઈની ગત ટર્મની જીત પાછળ પાટીદાર આંદોલન મહત્વનું પુરવાર થયું હતું જેનો સીધો લાભ તેઓને મળ્યો, આ લાભને પ્રવીણભાઈ જાળવી રાખવામાં સફળ રહ્યા છે કે કેમ એ આગમી ૮મી ડીસેમ્બરના રોજ નક્કી થઇ જશે.

 76 કાલાવડ બેઠક

કોંગ્રેસના ઉમેદવાર 

નામ: પ્રવિણ મુછડીયા

અભ્યાસ: બી એ.એલએલબી. 

ઉંમર: 51 વર્ષીય 

ગુનાઓ: 1 પણ કેસ નથી. 

જંગમ મિલકત 24,11,000

સ્થાવર મિલકત 3,50,000

કુલ – 28 લાખ 

ભાજપાએ વર્ષ ૨૦૧૭માં તત્કાલીન ધારાસભ્ય મેઘજીભાઈને રીપીટ ન કરી સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપ્યું અને સીટ ભાજપાએ ગુમાવી પરંતુ આ વખતે ભાજપાએ મેઘજીભાઈ પર પસંદગી ઉતારી છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા મેઘજીભાઈ પર મતદારોનો નહિ પણ પોતાના હરીફ દાવેદારોમાંથી વિરોધ થયો એ જાહેર છે. પરંતુ ત્યારબાદ સંગઠને તમામને એક સાથે બેસાડી ઘીના ઠામમાં ઘી પાડી દીધું છે. જોવાનું એ રહે છે કે મેઘજીભાઈ પર ભાજપાએ ઉતારેલ પસંદગી કેટલી ખરી ઠરે છે.

જામનગર કાલાવડ બેઠકના ભાજપના ઉમેદવાર.

નામ: મેધજી ચાવડા

ઉંમર: 64 વર્ષીય 

અભ્યાસ: બી.કોમ.

વ્યવસાય: ખેતી અને કમિશન એજન્ટ

ગુનાઓ: એક પણ ગુનો નથી. 

જંગમ મિલકત -31,20,220

સ્થાવર મિલકત -77,00,000

કુલ- અંદાજે 1 કરોડ. 

પ્રથમ વખત કોઈ મજબુત ત્રીજો મોરચો ગુજરાતના રાજકારણમાં મજબૂતાઈથી મેદાને પડ્યો છે. આમ આદમી પાર્ટીએ ધૂવાધાર ઇનીગ રમી સમગ્ર રાજ્યમાં પોતાની મુજ્બુતાઈ પ્રજા સમક્ષ મૂકી છે ત્યારે કાલાવડ બેઠક પર આમ આદમી પાર્ટીએ શિક્ષિત ઉમેવાર પર પસદગી ઉતારી છે. અનુસુચિત જાતી અનામત આ બેઠક પર આપએ ડોક્ટરને મેદાને ઉતાર્યા છે. જાહેર જીવનનો આ નવો ચહેરો કેટલો સફળ થાય છે. આ બેઠકના મતદારોના દિલ જીતવામાં ખરો ઉતરે છે કે કેમ એ ભવિષ્ય બતાવશે. ત્યારે ખુબ જ ઓછા જાણીતા આ ચહેરા અંગેની વિગતો અત્રે પ્રસ્તુત કરી છે…..

જામનગર કાલાવડ બેઠકના આપના ઉમેદવાર. 

નામ: ડો. જીગ્નેશ સોલકીં 

અભ્યાસ: આર્યુવેદ તબીબ. 

બીએએમએસ. 

ઉંમર: 31 વર્ષીય 

ગુનાઓ: ગુનો નથી. 

જંગમ મિલકત- 20,41,202

સ્થાવર મિલકત 20,00,000

કુલ- અંદાજે 40 લાખ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here