આવા સંસ્કાર? : માતા-પુત્રી સાથે જ દારુ પાર્ટીમાં પેગ મારતા પકડાયા

0
542

જામનગર અપડેટ્સ : ગત રાત્રે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સ્થાનિક પોલીસે દારૂની મહેફિલ માણતા યુવક યુવતીઓ સહીત સાત સખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં માતા-પુત્રી સહિત પાંચ પુરુષ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે પાર્ટી પરથી ત્રણ અડધી ભરેલી દારૂની બોટલો, નાસ્તાના પેકેટ, ખાલી ગ્લાસ સહિતનો મુદામાલ કબ્જે કરી તમામની અટકાયત કરી મેડીકલ કરવવા તજવીજ હાથ ધરી હતી.


કુબેરનગરમાં અમુક સખ્સો મિત્રની બર્થ ડે પાર્ટી માનવતા હોવાની ચોક્કસ હકીકત મળતા સરદારનગર પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં કર્ણાવતી સુંદર હોમ્સ ફ્લેટના પાંચમા માળે એક મકાનમાં પાર્ટી કરતા યુવક યુવતીઓ મળી આવી હતી. રૂમમાંથી મળી આવેલ મોટાભાગના સખ્સો પીધેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બે વ્હીસ્કી અને એક વોડકા દારૂની બોટલ, પડીકા, ખાલી ગ્લાસ સહિતની વસ્તુઓ કબજે કરી હતી. આ મહેફિલમાં માતા અને પુત્રી પણ સાથે દારૂ પીતા હોવાનું સામે આવ્યું છે. માતા પુત્રી ઉપરાંત ઉપરાંત હિતેશ ભાગ્યા (રહે. જી વોર્ડ, કુબેરનગર) જયેશ મનવાણી (રહે. નોબલનગર) અને  કરણ ચેતવાણી (રહે. જી વોર્ડ, કુબેરનગર)ભરત ઉર્ફે બંટી બાલાણી (રહે. કર્ણાવતી સુંદરહોમસ, કુબેરનગર,  લલિત તનવાણી (રહે. કર્ણાવતી સુંદરહોમસ, કુબેરનગર), વાળા પણ પકડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here