સ્પેશ્યલ ઓપ્સ : જયેશ ના સહી, તેનો સાગરિત, ગુજસીટોકમાં વધુ એક ધરપકડ

0
499

જામનગર : કુખ્યાત જયેશ પટેલના સામ્રાજયને નાબુદ કરવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ સ્પેશ્યલ ઓપરેશનમાં લાંબા ગાળા બાદ પોલીસની કામગીરી સામે આવી છે. આ પ્રકરણમાં સંડોવાયેલ જમીન માફિયા જયેશ પટેલના નાણાકીય વ્યવહાર સંભાળતા મેતાજીની ધરપકડ કરી લેવામાં આવી છે.

ખંડણીના વધી રહેલા બનાવો અને જયેશ પટેલની દાદાગીરી વચ્ચે પોલીસ દ્વારા ઓપરેશન જયેશ પટેલ શરુ કરાયું છે. આ પ્રકરણમાં ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જયેશ પટેલ સહિતના ૧૪ આરોપીઓ સામે ફોજદારી કરવામાં આવી છે. આ પ્રકરણમાં પોલીસે આજ દિવસ સુધીમાં કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે. જયારે જયેશ પટેલ, રમેશ અભંગી અને સુનીલ ચાંગાણી એમ ત્રણ હજુ ફરાર છે. જયારે ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, બિલ્ડર નીલેશ ટોલિયા, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર અને વકીલ માનસતા સહિતના ૧૧ સખ્સો જુદી જુદી જેલમાં છે. ત્યારે આ પ્રકરણમાં જયેશ પટેલની નજીક ગણાતા અનીલ ડાંગરિયાની સંડોવણી ખુલવા પામી હતી. જો કે છેલ્લા એક મહિનાથી આ પ્રકરણ શાંત પડી ગયું હતું. ન પોલીસ તપાસ કે ન કોઈની ધરપકડ, પરંતુ ગઈ કાલે જયેશ પટેલના ઇસારે બિલ્ડર પર કરવામાં આવેલ ફાયરીંગ બાદ પોલીસ તાબડતોબ એક્શન મોડમાં આવી હતી. જયેશ પટેલની નજીક ગણાતા મેતાજી અનીલ ડાંગરિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે પોલીસે આ સખ્સની ધરપકડ કરી છે. કોવિડ ટેસ્ટ બાદ આ સખ્સને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here