સિંઘમ : હામ હોય તો રજાક સોપારી પણ શરણે થાય, ચીટીંગથી કબજે કરેલ ૧૭ ટ્રક કાઢી આપ્યા

0
1687

જામનગર અપડેટ્સ : જામનગરમાં કુખ્યાત રજાક સોપારી સહીત શખસોએ કાવતરૂ રચી ગ્રાહકોએ લોન પર લીધેલા ટ્રકો પર કબજો કરી હપ્તા ન ભરી પેઢીના સંચાલકોના ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી ૧૯ ટ્રક કબજે કરી લીધા બાદ પોલીસની ભીંસ વધતા રજાક આણી મંડળી ઢીલી ઢફ પડી ગઈ છે. દસ દિવસની પોલીસ તપાસમાં રજાક આણી મંડળીએ ૧૯ પૈકીના ૧૭ ટ્રક કાઢી આપ્યા છે.

તાજેતરમાં એટીએસ અને એસઓજી પોલીસે અમદાવાદથી જામનગરના કુખ્યાત સખ્સ રજાક સોપારીને પકડી પડી જામનગર લઇ આવી પૂછપરછ હાથ ધરી છે ત્યાં આ સખ્સ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં જામનગરમાં હીન્દુજા ફાયનાન્સ લીમીટેડમાંથી વર્ષ-2012 થી 2020 ના સમયગાળા દરમ્યાન જુદા જુદા ગ્રાહકોએ લોન પર ટ્રક લીધા હતાં. લોન પર લીધેલા ટ્રકો કોઇપણ રીતે કબજામાં લેવા રજાક સોપારી સહીતના શખસોએ કાવતરૂં રચ્યું હતું. ત્યારબાદ હીન્દુજા ફાયનાન્સ કંપનીમાંથી લોન પર ગ્રાહકોએ લીધેલા ૧૯ ટ્રકો પર કબજો કરી બાકી ભરવાના થતાં હપ્તા ભર્યા ન હતાં. આટલું જ નહીં કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ ટ્રક સીઝ કરવા જતાં રજાક સોપારી અને તેના સાગરીતોએ કર્મીઓને ટાંટિયા ભાંગી નાખી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને કંપનીમાં નોકરી કરતા જયેશ તુલસીભાઇ જોશી (રે. અંજાર કચ્છ) એ ફરિયાદ નોંધાવતા પોલીસે રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા, હુશેન દાઉદ ચાવડા અને અમીત નોતિયાર સામે ગુનો નોંધાવ્યો હતો. જેને લઇને સીટી બી ડિવિઝન પોલીસ દફતરના પીઆઈ કે એલ ગાધે સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

જો કે બાર દિવસ પૂર્વે આરોપી રજાક એલસીબીના રીમાન્ડ પર હોવાથી અને તેનો ભાઇ જેલમાં હોવાથી તપાસ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ રજાકને જેલ હવાલે કરવામાં આવતા સીટી બી ડીવીઝન પીઆઇ કે.એલ.ગાધેની ટીમ દ્વારા આરોપીઓનો કબ્જો સંભાળવા કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને ગત ૧૫ તારીખના રોજ સીટી બી ડિવિઝન પોલીસે રજાક સોપારી અને તેનો ભાઇ હુશેન દાઉદ ચાવડાનો કબ્જો સંભાળી તેમજ ઈબ્રાહીમ ચોહાણ એમ ત્રણેય સખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  પોલીસે આ પ્રકરણની તપાસ કરવા માટે આરોપી રજાક અને ભાજપના નગરસેવીકાના જમાઇ એવા તેના ભાઇ હુશેન દાઉદ ચાવડા અને ઈબ્રાહીમના ત્રણેય શખ્સોના રીમાન્ડ ત્યારબાદ અન્ય ત્રણ સહિત કુલ નવ સખ્સો પૂછપરછ કરી હતી. છેલ્લા દસ દિવસમાં આ પ્રકરણમાં સીટી બી ડીવીજન પોલીસે ફ્રોડ કરાયેલ ૧૯ પૈકીના ૧૭ ટ્રક કબજે કર્યા છે. હાલ આ પ્રકરણમાં ધરપકડ કરાયેલ નવ સખ્સો જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં રજાકની જામીન અરજી સેસન્સ કોર્ટે અમાન્ય ગણી છે. હજુ પણ આ પ્રકરણમાં વધુ આરોપીઓની ધરપકડ થઇ શકે છે. એક સમય એવો હતો કે રજાક આણી મંડળી સામે કાર્યવાહી તો થતી પણ ફળદાઈ પરિણામ ક્યારેય મળતું ન હતું. ત્યારે નવા એસપીના સુકાન વચ્ચે પોલીસ વધારે સક્રિય થઇ અસામાજિક તત્વો પર તૂટી પડી છે એ સ્વસ્થ સોસાયટીમાટે ખુબજ આવકાર દાયક બાબત ગણી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here