સિક્કા ગામના સરપંચનું માથું ફોડી, હાથ ભાંગ્યો, શા માટે પીતો ગુમાવ્યો બે સખ્સોએ ? આવું છે કારણ

0
1465

જામનગર અપડેટ્સ : જામનગર નજીક સિક્કા દિગ્વિજય ગ્રામ પંચાયતના સરપંચ પર બે સખ્સોએ હુમલો કરી માથા અને હાથ પર ઈજા પહોચાડ્યાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓના દાદાના અવસાન બાદ મરણનો દાખલો  કઢાવવા બાબતે થયેલ મનદુઃખને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. બીજી તરફ સામે પક્ષે બંને યુવાનનોને પણ માર મારવા સબબ સરપંચ અને તેના ભાઈ સામે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર નજીકના સિક્કા દિગ્વિજય ગ્રામ પંચાયતના સરપંચ જગદિશ વાલજી ચૌહાણ પર ગઈ કાલે બપોરે દોઢેક વાગ્યે સિક્કામાં સરમરિયા દાદાના મંદિર પાસે દિપકભાઇ કેશવજીભાઇ ચૌહાણ અને જીતેશ આલજી ચૌહાણ નામના બે સખ્સોએ બોલાચાલી કરી સિમેન્ટની ઈંટ વડે હુમલો કરી માથા અને હાથના ભાગે ઈજા પહોચાડી હતી. આ ઝઘડા વખતે સરપંચના ભાઈ અને અન્ય બે સખ્સોએ વચ્ચે પડી છોડાવ્યા હતા. આ બનાવ બાદ ઘવાયેલ સરપંચને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓને માથામાં પાંચ  ટાંકા લઇ તેમજ હાથમાં ફેક્ચર સબંધિત સારવાર કરી હતી. આ બનાવ અંગે સરપંચે બંને સખ્સો સામે સિક્કા પોલીસમાં આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પંદર દિવસ પૂર્વે આરોપી  દીપકના દાદા ગુજરી ગયા બાદ તેનો મરણ નો દાખલો દીપકના મોટા બાપુ નાનજી દેવજી  રહે રાજકોટ વાળા લઇ ગયા હતા. જેનું મનદુઃખ રાખીને બંને સખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જયારે સામા પક્ષે દિપકભાઇ કેશવજીભાઇ ચૌહાણએ સરપંચ જગદિશ વાલજી ચૌહાણ અને તાના ભાઈ ધર્મેંન્દ્ર વાલજી ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં દાદા દેવજીભાઇ કરશનભાઇમાં મૃત્યુ બાદ પોતાના કાકા મોતીલાલ દેવજીભાઇ રહે રાજકોટ વાળાએ અરજી આપી હોવાની બાબતની લઈને બોલાચાલી થયા બાદ બંનેએ હુમલો કરી માર મારી ઈજા પહોચાડી હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસે બંને ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here