લાલચ અને અફવાઓથી દુર રહી સતવારા સમાજે ભાજપ-રાઘવજીભાઈ પટેલને કર્યું ખુલ્લું સમર્થન

સતવારા સમાજનું પ્રતિનિધિત્વ કરતા વઢવાણસીટના ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ સતવારા સમાજના સ્નેહમિલન અને બેડ કાર્યાલયના ઉદઘાટનમાં હાજરી આપી : સતવારા જ્ઞતિના સૌ અગ્રણીઓએ રાઘવજીભાઈને ખુલ્લો ટેકો જાહેર : આમરા અને સિક્કાના આગેવાનોએ રાઘવજીભાઇના ટેકામાં કેસરીયા કર્યા

0
1483

જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલના સમર્થનમાં બેડ ગામે સતવારા સમાજનું સ્નેહ મિલન અને ભાજપા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સિક્કા અને આમરા ગામે રાઘવજીભાઈ પટેલના પ્રચાર અર્થે વિશાલ જન સભા યોજાઈ હતી.

જામનગર તાલુકાનાં બેડ ગામે સતવારા સમાજના સ્નેહમિલન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઉદ્દઘાન પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ વઢવાણ સીટના વિધાનસભાના ઉમેદવાર અને સતવારા સમાજના અગ્રણી જગદીશભાઈ મકવાણા હાજર રહ્યાં હતાં, તેમની સાથે રણછોડભાઈ પરમાર, હસમુખભાઈ કણઝારીયા (સદસ્ય ધુંવાવ જિલ્લા પંચાયત), ભવાનભાઈ ચૌહાણ, માવજીભાઈ નકુમ, કાનાભાઈ પરમાર (સરપંચ), ભાણજીભાઈ કટેશીયા, મનુભાઈ કટેશીયા, અમુભાઈ સોનગરા, અમુભાઈ સરપંચ, સુનિલભાઈ રાઠોડ તથા જામનગર જિલ્લામાંથી સતવારા સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરા, મંત્રી કુમારપાલસિંહ રાણા, પ્રદિપસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, કેશુભા જાડેજા (સરપંચ) તથા બેડ ગામના આગેવાનોએ સાથે રહી બેડ ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું હતું. વઢવાણા સીટના વિધાનસભા ઉમેદવાર અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ જગદીશભાઈ મકવાણાએ સતવારા સમાજના તમામ આગેવાનોને ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભાના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાવડાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે આપણો સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે અને રહેશે, જેથી કોઈ પણ લોભ-લાલચમાં આવ્યા વગર ખોટી અફવાઓમાં આવ્યા વગર આપણા સમાજે ભાજપને ખુલ્લુ સમર્થન આપી મતદાન કરવાનું છે.

આ તકે જગદીશભાઈ મકવાણાએ ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રના ગૃહમંત્રી અમીતભાઈ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલનો આભાર માનતા જણાવ્યું કે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ સીટ જાહેર થયા પછી ઉમેદવારને બદલવામાં આવ્યા છે, અને મારી વઢવાણ વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. હું અને અમારા સમગ્ર સતવારા સમાજ દિલથી ભાજપનાં તમામ લોકોનો આભાર માનીએ છીએ. તમામ સતવારા સમાજને ભાજપમાં મતદાન કરવા અપીલ કરી હતી. જે અપીલને સ્નેહમિલનમાં પધારેલા તમામ સતવારા સમાજના આગેવાનોએ ખુલ્લુ સમર્થન આપી ભાજપને મત આપવાનું વચન આપ્યું હતું.

બીજી તરફ આમરા અને સિક્કા ગામે યોજાયેલ જન સભામાં રાઘવજીભાઈ પટેલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ બહોળી સંખ્યામાં આગેવાનો ભાજપમાં જોડાયા છે. જે તમામને જામનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલે ભગવો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું.

આમરા ગામે અમુભાઈ વકીલ સતવારા સમાજના આગેવાન ભાજપમાં જોડાયા છે. તેમજ સિક્કા નગરપાલિકા ખાતે આયોજિત જાહેરસભામાં જામનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી પ્રવિણસિંહ, જામનગર જિલ્લા કોંગ્રેસના મંત્રીશ્રી ભરતસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ આગેવાન શ્રી દિલીપસિંહ જાડેજા, શ્રી જીતુભાઈ વ્યાસ, સિક્કા નગરપાલીકાના કોર્પોરેટર શ્રી રોહિતભાઈ અરવિંદપુરી ગોસ્વામી, કોર્પોરેટર શ્રી નીતિનભાઈ ભટ્ટ, સુભાષભાઈ વરિયા, બહાદુરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાળા તથા પ્રવીણભાઈ પરમાર ભાજપમાં જોડાતાં રાઘવજીભાઈ પટેલે ભગવો ખેસ પહેરાવી ભાજપ પરિવારમાં અવકાર્યા હતા. તેમજ જાહેરસભામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌને કમળ ખીલવવા અને કેસરિયો લહેરાવવા આહ્વાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here