નરાધમ : જામનગરમાં કારખાનેદારના પુત્ર અને મજૂર શખ્સે બળાત્કાર ગુજારી શ્રમિક સગીરાને ગર્ભવતી બનાવી

0
2885

જામનગર અપડેટ્સ: જામનગરમાં વધુ એક સગીરા પર બળાત્કાર ગુજાર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. બ્રાસ કારખાનાના માલિકના પુત્ર અને કારખાનામાં કામ કરતા મજૂર શખ્સે કારખાનામાં કામે આવતી એક સગીરા પર અવાર-નવાર બળત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેતા સનસનાટી મચી જવા પામી છે. તેણીને હાલ પાંચ માસનો ગર્ભ રહી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોતાનાજ કારખાનામાં કારખાનેદારના પુત્ર અને મજુરે જઘન્ય કૃત્ય આચરતા શહેરીજનોએ બંને પ્રત્યે ફિટકાર વરસાવ્યો છે. સીટી સી ડિવિઝન પોલીસે સગીરાનો કબ્જો લઇ મેડીકલ પરીક્ષણ કરાવી બન્ને આરોપીઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

જામનગર શહેરમાં ગત વર્ષે જુલાઇ મહિના પછીના ત્રણ મહિનામાં ગેંગ રેપ, રેપ અને અપહરણ સહિતના સાત ગુન્હાઓ નોંધાતા જામનગર રાજયભરમાં ચર્ચાસ્પદ બન્યું હતું. આવી ગંભીર ઘટનાઓ રોકવવાને બદલ સતત વધતી જાય છે ત્યારે સગીરા પરના બળાત્કારની અને ગર્ભવતી બનાવી દેવાયાની વધુ એક જધન્ય ઘટના સામે આવતા વધુ એક વખત જામનગર ચર્ચામાં આવ્યું છે. જામનગર સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેની વિગત મુજબ શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારના તમામ સભ્યો મજૂરી કામ કરી પરિવારનું ભરણ પોષણ કરી છે. આ પરિવારની સગીર પુત્રી પણ મજૂરી કામે જઇ પરિવારની મદદ કરી રહી છે. 16 વર્ષની પુત્રી શહેરના હિંગળાજ ચોક ખાતે આવેલા રમેશભાઇના કારખાને મજૂરી કામ કરવા જતી હતી. છેલ્લા એકાદ વર્ષથી અહીં મજૂરી કામ કરે છે. સમય જતા આજ કારખાનામાં કામ કરતા અને ગોકુલનગર વિસ્તારમાં રહેતા દિપક સિદુભાઇ કોળી અને કારખાનાના માલિક પિયુષ રમેશભાઇ ડાંગરની ખરાબ નજર આ માસુમ સગીરા પર પડી હતી. પોતાની વાસનાનો કીડો સંતોષવા માટે બન્ને શખ્સોએ સગીરાને ધાક-ધમકી આપી કારખાનામાં જ તેણીની મરજી વિરૂધ્ધ અવાર-નવાર બળાત્કાર ગુર્જાર્યો હતો. આ વાતની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની પણ બન્ને શખ્સોએ ધમકી આપી હતી. પરંતુ બન્ને શખ્સોનો પાપનો ઘડો ઉભરાઇ ગયો હતો તેમ બન્ને શખ્સોના શારીરીક શોષણથી તેણીની ગર્ભવતી બની ગઇ હતી. પોતાની પુત્રીમાં આવેલા શારીરીક ફેરફારોને લઇને તેણીની માતાએ તેને શાંતવના આપી પુછયુ હતું. જવાબમાં બન્ને શખ્સોએ બળાત્કાર ગુર્જાયો હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને તેણીના પરિવારે મેડીકલ પરિક્ષણ કરાવતા તેણીને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ સગીર પુત્રીને સાથે રાખી આ બન્ને શખ્સો સામે તેણીની માતાએ સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી.  સીટી સી ડિવિઝન પોલીસે ભોગગ્રસ્તનો કબ્જો સંભાળી મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું. જયારે બન્ને આરોપીઓ સુધી પહોંચવા પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here