I LOVE YOU, ચાંદ વાલા મુખડા, બિહારબોર્ડના વિદ્યાર્થીઓએ પેપરમાં ટપકાવ્યું

0
1085

સર તમને જે ભગવાન પર વિશ્વાસ હોય તેની કસમ છે…પાસ કરી દેજો પ્લીઝ, જો હું પાસ નહી થઈશ તો કેરિયર ખતમ માટે…..સાહેબ પચાસની નોટ રાખી છે સ્વીકાર કરી પાસ કરી દેજો…આવું અનેક વખત ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ લખી પેપર ચેકરને રીજવવા પ્રયાસ કર્યા છે ત્યારે આવા જ મજેદાર લખાણ સાથે બિહાર રાજ્યની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પોતાનો અંતિમ મનોભાવ પેપરમાં ટપકાવી સાહેબને રીજવવાનો પ્રયાસ કર્યો છે. કલાસમાં છેલ્લી પાટલીએ બેસવા વાળા વિદ્યાર્થીઓના જ આ ઉદ્ગાર હોય શકે એમ લખાણ પરથી લાગી રહ્યું છે. હાસ્યાસ્પદ લખાણ હાલ સોશ્યલ મીડ્યામાં બહુ વાયરલ થઇ રહ્યું છે. ચાલો લટાર મારીએ બિહાર બોર્ડ (ઈન્ટર મીડીયેટ ૨૦૨૨)ની પરીક્ષામાં હોનહાર વિદ્યાર્થીઓની કબેલેદાર વિનવણીઓ પર..

આખું વર્ષ સીન સપાટા અને ગપાટામાં પસાર કર્યા બાદ બોર્ડની પરીક્ષા આપતો વિદ્યાર્થી પેપરમાં શું લખે ? એ જ કે સાહેબ પાસ કરી દેજો હું આવું કરીશ હું તેવું કરીશ….આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે ત્યારે બિહારમાં લેવાયેલ બોર્ડ પરીક્ષામા પેપરના અંતે આવા જ હાસ્યાસ્પદ લખાણો લખી પરીક્ષાર્થીઓએ પેપર ચકાસણી કરતા સાહેબોને રીજવવા પ્રયાસ કર્યો હતો. કોઈએ ભોજ પુરીમાં પાસ કરી દેવા આજીજી કરી તો કોઈએ સાયરાના અંદાજમાં અંતિમ પંક્તિઓ ટપકાવી પોતાની ઈચ્છા જાહેર કરી તો કોઈએ ફિલ્મના ડાયલોગ લખી પાસ કરી દેવા અરજ કરી તો કોઈએ ધાર્મિકતાનો સહારો લીધો હતો.

એક વિદ્યાર્થીએ કોરોના કાળને આગળ ધરી મહેનત નહિ થઇ હોવાનું લખ્યું તો એક નમૂનાએ પ્રેમાલાપ ભર્યા શબ્દો ટપકાવી પેપર ચેકરને આકર્ષિત કરવા પ્રયાસ કર્યો હતો. કોઈએ ફિલ્મના ડાયલોગ લખી સાહેબ પાસે પાસ થવા પ્રયાસ કર્યો હતો. એક છાત્રએ વિદ્યુત શક્તિ અને વિદ્યુત ઉર્જા શું છે ? વિજ્ઞાનના પેપરમાં પુછેલ પ્રશ્ન જવાબમાં ‘ચાંદ વાલા મુખડા લેકે’ ગીત કંડારી કાઢ્યું હતું. એક વિદ્યાર્થીએ તો સાહેબને સાફ સાફ કહી દીધું, આપની સેવામાં શ્રીમાનને મારા આદરપૂર્વક પ્રણામ, આ કોપી ચેક કરી રહ્યું છે તે મહાન છે, મને વિશ્વાસ છે મને સારા માર્ક આપશો. નમસ્તે સર. આઈ લવ યુ સરજી.

અન્ય કેવા કેવા કીમિયાઓ અજમાવ્યા વિદ્યાર્થીઓએ આવો એક નજર કરીએ

એક વિદ્યાર્થીએ તો ભગવાનનો સહારો લઇ લખ્યું….ઇતની શક્તિ હમે દેના દાતા…મેરે લીએ તો આપ હી ભગવાન હો..પ્લીઝ પાસ કરદો..

છેલબટાઉ વિદ્યાર્થીએ તો સાયન્સના પેપરમાં પુછેલ પ્રશ્નના જવાબમાં સાહેબને પણ કહી દીધું….ચાંદ વાલા મુખડા લેકે….

અમુકે બીમારી અને ગરીબીને આગળ ધરી ટપકાવ્યું ‘સર બીમાર હતો.’ ઠંડી લાગી રહી હતી. ઓછામાં ઓછા 20 માર્ક આપી દો. સર અમે ખૂબ જ ગરીબ છીએ.

તો એક વિદ્યાર્થીએ તો ફિલ્મી ડાયલોગમાં લખ્યું, ‘સરજી, પાસ હો જાઉંગા તો ગાવ જાકે બોલુંગા..મર્દો વાલા કામ કરકે આયા હું, સો પ્લીઝ પાસ કર દેના’

સાયરાના અંદાઝમાં બીજા એક વિદ્યાર્થીએ લખ્યું, ‘એ ખુદા આપ કી અદાલત મેં મેરી જમાનત રખના, મેં રહૂં યા ના રહૂં મેરે દોસ્ત કો સલામત રખના’. આ જ વિદ્યાર્થીએ અન્ય પેજ પર દેશભક્તિ ભાવ પૂર્વક ટપકાવ્યું ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા હમ બુલબુલે હેં ઈસકી યહ ગુલસિતા હમારા. મેરા ભારત મહાન’

એક વિદ્યાર્થીનીએ લખ્યું કે ‘આપ માર્ક દોગે તો હી આપકી બેટી આગે બઢ પાયેગી, પ્લીઝ સર’

એક વિદ્યાર્થીએ તો સ્માઈલી સાથે ટપકાવ્યું ‘એ ય મામુ ટેન્શન નહી લેને કા રે…ફેલ હો કે ભી કહૂંગા ફેલ હુવા હું’

તો એક વિદ્યાર્થીએ તો અંતિમ ઈચ્છા જાહેર કરી લખ્યું ‘ડીયર સર/મેડમ, એક ચાન્સ દે દો, દુનિયાકો દિખા દુંગા

કાકલુદી કરતા એક વિદ્યાર્થીએ ટપકાવ્યું ‘સર અને મેડમ, તમે બધા જાણો છો કે લોકડાઉનને કારણે શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ બંધ હતી. જેના કારણે અભ્યાસ થયો નથી, તેથી તમને આ પેપરમાં સારા માર્ક્સ આપવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here