પોલેન્ડના PM અને UPના મુખ્યમંત્રી યોગી જામનગરના મહેમાન ?

0
794

જામનગર: જામનગરમાં ડબ્લ્યુ એચ ઓના સહયોગથી સ્થાપિત થવા જઈ રહેલ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીનના ખાત મુર્હુતમાં વડાપ્રધાન અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જામનગર પ્રવાસ નક્કી થઈ રહ્યો હોવાના અહેવાલ સુત્રોમાંથી જાણવા મળ્યા છે. જામ રાજવી સાથેના પોલેન્ડના સબંધોને લઈને જામ રાજવી જામ સાહેબ સાથે સુભેરછા મુલાકાત લેશે એમ પણ જાણવા મળ્યું છે. જો કે વીવીઆઈપીની મુલાકાતને લઈને સતાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

વડાપ્રધાન અને વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા અને મોરેશિયસના વડાપ્રધાનની મુલાકાતને લઈને જામનગર વિશ્વ ફલક પર છવાઈ ગયું છે ત્યારે વધુ બે વીવીઆઈપી મહેમાન જામનગરના મહેમાન બનશે અને આ મહેમાનોના આદર-સત્કાર માટે સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોવાની ગતિવિધિ તેજ બની છે. ચાલુ સપ્તાહે જ પોલેન્ડના વડાપ્રધાન પોલેન્ડના મેત્યુઝ મોરવીકી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જામનગરના મહેમાન બનશે એમ સુત્રોમાંથી વિગતો જાણવા મળી છે. જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે જો કે બંનેની મુલાકાતને લઈને કોઈ સતાવાર નિવેદન સામે આવ્યું નથી કે તંત્ર દ્વારા પણ પ્રકાશ પાડવામાં આવ્યો નથી પરંતુ ભાજપના સુત્રોએ આ મુલાકાતને સમર્થન આપ્યું છે.

બીજા વિશ્વ યુદ્ધ વખતે પોલેન્ડના એક હજાર ઉપરાંત બાળકો અને સ્ત્રીઓને જામનગરના રાજવીએ આશરો આપી પોલેન્ડની ઉગતી પેઢીને ઉગારી લીધી હતી. જામ રાજવીનું આ ઋણ પોલેન્ડ સરકાર કયારેય વિસરી નથી. સમયાન્તરે પોલારીસ પ્રતિનિધિ મંડળ જામનગરની મુલાકાતે આવતું જ રહ્યું છે. ત્યારે વધુ એક વખત આ જ બાબતને લઈને પોલેન્ડના વડાપ્રધન જામનગરમાં આવી રહ્યા છે સાથે સાથે  ઉતર પ્રદેશના પ્રધાન મંત્રી યોગી આદિત્યનાથ પણ તેની સાથે જોડાશે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલેન્ડના વડા પ્રધાન અને યોગી આદિત્યનાથ જામનગરના રાજવી જામ શત્રુશેલ્યજીને મળશે અને ખબર અંતર પૂછી જુના સબંધો તાજા કરશે તેમજ બાલાચડી ગામની વિઝીટ પણ કરશે એમ સુત્રોએ જણાવ્યું છે. જો કે સતાવાર રીતે આ પ્રવાસને લઈને જાહેરાત કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here