પ્રાસંગિક : વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેતા પૂર્વે વિવેકાનંદ રહ્યા હતા દ્વારકામાં ભિક્ષુક સન્યાસી બની

0
187

જામનગર : આપણી ધાર્મિક સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર લઇ જવામાં જો કોઈનો મહતમ ફાળો હોય તો તે છે સ્વામી વિવેકાનંદનો, બરાબર ૧૫૮ વર્ષ પૂર્વે વર્ષ ૧૮૬૩માં ૧૨, જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદનો કલકતા ખાતે કાયસ્થ પરિવારમાં જન્મ થયો હતો. નરેન્દ્રનાથ તરીકે નામકરણ પામેલ બાળકમાં આધ્યાત્મિકતા અને ઈશ્વરીય સાક્ષાત્કારના ગુણ રચાયા હતા. માતા પિતાએ બાળ નરેન્દ્રને યોગ્ય ઘડતર માટે ગુરુ રામકૃષ્ણ પાસે લઇ ગયા હતા. ગુરુએ અદ્વેત વેદાંતનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. ગુરુના દેહાંત બાદ પરિવ્રાજક તરીકે સ્વામીજીએ ભારત ભ્રમણ કર્યું  હતું. આ યાત્રા દરમિયાન દ્વારકા અને હર્ષદ માતાના પ્રવાસ સહિતના સ્મરણો જોડાયેલ છે. ભારત ભ્રમણ કરી દેશની ધાર્મિક અને સંસ્કૃતિક પહેલુંઓને નજીકથી અનુભવી હતી.

વર્ષ ૧૮૯૧/૯૨માં સ્વામીજી હાલના સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર, સોમનાથ અને દ્વારકા તેમજ કચ્છની મુલાકાત કરી હતી. પોરબંદરમાં આ સમયમાં તેઓએ ૨૧ દિવસ રહ્યા હતા અને હિંદુ  ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. જુનાગઢ-પોરબંદર બાદ તેઓએ દ્વારકા ખાતે ભિક્ષુક સન્યાસીની માફક રહ્યા હતા. ચાર માસ સુધી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો અને સંસ્કૃતીનો સ્વયમ સાક્ષાત્કાર કર્યા બાદ તેઓએ કચ્છના અખાતના દરિયાઈ  માર્ગે થઇ કચ્છની મુલાકાત લીધી હતી.

ગુજરાત-સૌરાષ્ટ્ર સહીત ભારત ભ્રમણ કર્યા બાદ સ્વામીજીએ સીકાગોમાં સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. આ ધર્મસભામાં સ્વામીજીએ તમામ દેશનું ધ્યાન હિંદુ ધર્મ અને હિંદુ ધર્મ પ્રત્યે ઘેલું લગાડ્યું હતું. ત્યારબાદ સ્વામીએ વિશ્વના અનેક દેશોમાં જાહેર અને ખાનગી ભાષણો કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના સહિતના અન્ય દેશોમાં વેદાંત, યોગ અને હિંદુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓએ ભારત આવી વર્ષ ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા રામ કૃષ્ણ મિશનના નામે આધ્યાત્મિક અને સમાજસેવી  સંસ્થાની સ્થાપના કરી હતી. તેઓના જીવનનો ગાંધી, નેહરુ, બોઝ અને રાધાકૃષ્ણન જેવા વિભૂતિઓ પર તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here