મેળા રદ : સતત બીજા વર્ષે પણ શ્રાવણી લોકમેળા બંધ રાખવાનો નિર્ણય

0
120

જામનગર : જામનગર શહેરમાં આગામી શ્રાવણ માસના ગાળા દરમિયાન રંગમતી નદીના પટમાં અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતા મેળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને લઈને સતત બીજા વર્ષે લોકમેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના પેન્ડેમિકને લઈને સતત બીજા વર્ષે લોકમેળા નહી યોજવાનો મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે. ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે એવા વખતે મેળા યોજવામાં આવે તો સંક્રમણ વધુ ફેલાવવાની શક્યતાઓ રહેલી છે જેને લઈને મેળાઓ રદ કરવામાં આવ્યા છે એમ સ્ટેન્ડીગ ચેરમેન મનીશ કટારીયાએ જણાવ્યું હતું. નાગરિકોએ પણ આ કાળમાં સાવચેતી રાખી કોરોનાંથી બચવું  જોઈએ એમ જણાવી કટારીયાએ કહ્યું હતું કે લોકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here