આખરે કોરોનાના આંકડાઓની માયાઝાળ સમજાવવા તંત્ર તૈયાર

0
606

જામનગર : જયારથી કોરોનાકાળ ચાલુ થયો છે ત્યારથી જામનગરની સાચી સ્થિતિ શું છે ? જેની વિગતો જાણવા-મેળવવા માટે પણ પ્રસાર-પ્રચાર માધ્યમોને માટે લોઢાના ચણા ચાવવા જેવી બાબત બની ગઈ હતી. જેને લઈને જામનગર અપડેટ્સ દ્વારા તમામ તંત્રને એક થઇ કોરોના સબંધિત આંકડાઓની માયાઝાળ સમજાવવા માટે આગળ આવવાની અપીલ કરી હતી. આ અહેવાલના પાંચ જ દિવસમાં તંત્રએ ગંભીરતા દાખવી હવે તમામ તંત્ર સાથે મળી દરરોજ સાંજે અલગ અલગ મીડિયા બુલેટીન પ્રસારિત કરશે એમ ખુદ આરએસીએ સતાવાર જાહેરાત કરી છે.

આ સમાચાર વાંચતા પૂર્વે નીચેની બંને લીંક પર ક્લિક કરી, બંને સમાચાર વાંચશો તો સમજી જશે, વહીવટી તંત્રની કેવી છે સરમુખત્યારશાહી…..

http://www.jamnagarupdates.com/dwarka/jamnagar/sp-sir-you-are-right-but-who-will-give-you-true-information/

જામનગરમાં કોરોના મહામારીની ચોક્કસ સ્થિતિ અને પરફેક્ટ માહિતી માટે જીલ્લા વહીવટી તંત્ર નજર અંદાજ કરી, પોતાની મનમાની મુજબ જ આંકડાઓ (અધુરી વિગતો) આપી મીડિયાને પણ ગણકારતા ન હોવાનું લાંબા સમયથી ચિત્ર સામે આવ્યું હતું. આ બાબતે પત્રકારોને સ્થાનિક રાજ્ય મંત્રી સમક્ષ બે વખત મૌખિક રજૂઆત કરી હતી અને પત્રકાર મંડળે છેક મુખ્ય મંત્રી સુધી રજૂઆત કરી હતી,. જો કે નબળી નેતાગીરી સમજો કે સરમુખત્યારશાહી આ રજુઆતો બાદ તો વહીવટી પ્રસાસને માહિતીની આપલે કરવામાં આવતા એક માત્ર વોટ્સએપ મીડિયા ગ્રુપને જ હડપ કરી લઇ, ઓન્લી એડમીનને જ પોતાનો ભાવ-મત અને માહિતી આપવાની સતા આપી દીધી, એક પણ પત્રકારને ગ્રુપ એડમીન ન રાખ્યા, વહીવટી વડાની રીતસરની આ મીડિયા પ્રત્યેની તરાપ જ ગણાવી શકાય, તો વહીવટી તંત્રએ મીડિયાની ફ્રીડમ છીનવી લીધા બાદ માહિતી ખાતા, વહીવટી પ્રસાસન અને જામનગર મહાનગર પાલિકા એમ ત્રણ દ્વારા દિવસમાં એક-બે વખત કોરોના બુલેટીન બહાર પડવાનું શરુ થયું, એ પણ અધુરી અને ત્રણેય તંત્રના આંકડાઓમાં તાલમેલના અભાવ સાથે, વહીવટી તંત્રની સરમુખત્યારશાહી અને ત્રણેય તંત્રના આંકડાઓની માયાઝાળ અંગે છેલ્લે એક સપ્તાહમાં બે જુદા જુદા અહેવાલ પુરાવા સાથે રજુ કરવામાં આવ્યા હતા. જેને લઈને આજે વહીવટી પ્રસાસનમાં થોડો સળવળાટ થયો હતો. આજે આરએસી સરવૈયા દ્વારા વોટ્સએપ મીડિયા ગ્રુપમાં એક નિવેદન આપી જાહેર કરાયું છે કે આજથી દરરોજ સાંજે છ કલાકે મહાનગરપાલિકાના વિસ્તારની માહિતી નાયબ મ્યુનીસીપલ કમિશ્નર અને જીલ્લા પંચાયત વિસ્તારની માહિતી જીલ્લા આરોગ્ય અધિકારી (સીડીએચઓ) દ્વારા દરરોજ આપવામાં આવશે. આ પણ અધુરૂ નિરાકરણ જ ગણાવી સકાય કારણ કે જીજી હોસ્પિટલની કોવીડ હોસ્પિટલ અંગે કોણ માહિતી આપશે એ સ્પષ્ટ કરાયું નથી. જો કે આ માહિતી માહિતી ખાતું આપતું તેમ જ વ્યવસ્થા અવિરત રખાય અને તંત્ર તરફથી આપવામાં આવતી માહિતી બાદ મીડિયાના પ્રતિ સવાલો કરવા સુધી કાર્યવાહી થાય તો જ લોકશાહીનો ચોથો સ્તંભ આમ નાગરિકો સુધી સાચી અને સચોટ  વિગતો મૂકી હકારાત્મક પત્રકારત્વ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here