મહાજંગ : આવતી કાલથી મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા શરુ, ભરવું છે ફોર્મ ?

0
292

જામનગર : રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો આવતી કાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આવતી કાલથી ઉમેદવારી નામાંનાકન પ્રક્રિયા શરુ થશે અને તા. છ સુધી ફોર્મ ભરવાની વિધી ચાલશે. ત્યારબાદ ફોર્મ ચકાસણી, પરત અને ફાઈનલ યાદી તૈયાર થશે આગામી તા. ૨૧મીના રોજ મતદાન પ્રક્રિયા અને બે દિવસ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

જામનગર સહિત રાજ્યભરની મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી પ્રક્રિયાનો આવતીકાલથી વિધિવત પ્રારંભ થશે. જામનગર મહાનગર પાલીકાની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૬ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે. વધુ એક વખત સતા હસ્તગત કરવા બીજેપીની ટીમ તૈયાર થઇ છે બીજી તરફ કોંગ્રેસની યુવા બ્રિગેડ પણ સતા હસ્તગત કરવા મેદાને પડી છે. વર્ષ ૨૦૧૫માં સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ત્રીજો મોરચો એટલે કે પાટીદાર આંદોલન રૂપે રચાયેલ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીએ પણ જંપલાવ્યું હતું. આ વખતે એસવીપીપીનું વિસર્જન થઇ ગયું છે પણ આપ મેદાને આવી છે. જેને લઈને બે રાષ્ટ્રીય પક્ષની સાથે પ્રથમ વખત આપ અને એનસીપી પણ સામે આવ્યો છે. ત્યારે જંગ રોચક બનવાના એંધાણ છે. ત્યારે આવતી કાલથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. પ્રથમ ચરણમાં આપ અને એનસીપીના ઉમેદવારો ફોર્મ ભરે તેવી સંભાવના છે. આવતી કાલથી શરુ થનારી ફોર્મ ભરવાની અંતિમ તરીક છ છે. જયારે આઠ તારીખે ચકાસણી અને નવમી ફેબ્રુઆરીના રોજ ફોર્મ પરત ખેંચવા તેમજ તા.૨૧/૨/૨૦૨૧ના ચૂંટણી અને તા. ૨૩/૨/૨૦૨૧ના પરિણામ જાહેર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here