જામનગર : રાજ્ય સરકાર જમીન માફિયાઓ સામે સકંજો કસી એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા તરફ આગળ વધી રહી છે. કાયદામાં જોગવાઈ, કમિટી. એફઆરઆઈ અને સજાને લઈને કાઢવામાં આવેલ ઢાંચા બાદ જમીન માફિયાઓ પર લગામ આવશે એવો આશાવાદ સેવાઈ રહ્યો છે ત્યારે જામનગર જીલ્લામાં વિવિધ મામલતદાર કચેરીઓમાં ૬૯ અરજીઓ પેન્ડીંગ છે. આ અરજીઓ પર ધ્યાન આપવામાં આવે તો અનેક જમીન માફિયાઓ જેલના સળિયા ગણતા થઇ જાય એમ છે.

રાજ્ય સરકાર દ્વારા જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી માટે કવાયત શરુ કરી દીધી છે. જમીન માફિયાઓનું નેટવર્ક તોડી પાડવા સરકાર એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ લઇ આવી પ્રાથમિક તપાસથી માંડી છેક સજા સુધીનું માળખું ઘડી કાઢ્યું છે. કલેકટરના અધ્યક્ષ સ્થાને એક કમિટી બનાવવામાં આવશે, ત્યારબાદ એફઆરઆઈ સુધીની કાર્યવાહી અને તપાસ તેમજ જુડીશિયલ કાર્યવાહી સહિતનો ઢાંચો તૈયાર કરી લેવામાં આવ્યો છે. ત્યારે જામનગર શહેર-જીલ્લામાં અનેક જમીન કૌભાંડની તપાસ કરવામાં આવેતો અનેક જમીન માફિયા જેલના સળિયા પાછળ ધકેલાય શકે છે. જામનગર શહેરની વાત કરવામાં આવે તો આચરવામાં આવ્યા છે.
રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ ( પ્રોહિબિશન) ઓર્ડિનન્સ-2020ની કરાયેલ જાહેરાત બાદ ગઈ કાલે મુખ્ય મંત્રીએ સજા સહિતના પ્રાવધાન અંગે પ્રેસકોન્ફરંસ કરી હતી. રાજ્યભરના જમીન માફિયાઓ સામે સકંજો કસવામાં આવ્યો છે ત્યારે જામનગર જીલ્લામાં પણ જમીન માફિયાઓ સામે અનેક અરજીઓ પેન્ડીંગ છે. જેમાં જામનગર શહેર અને અને તાલુકાઓમાં 69 લોકોએ અરજીઓ કરી છે. જેમાં જામનગર શહેરમાં જ 24, જામનગર તાલુકામાં ૨૮, જામજોધપુર તાલુકામાં ૫, લાલપુર અને ધ્રોલ ચાર-ચાર તથા જોડિયા અને કાલાવડમાં બબ્બે અરજીઓ પેન્ડીગ છે. આ અરજીઓ પર આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.