લાલપુર: પિતરાઈ ભાઈએ ભાઈ પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યું

0
1440

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મુરીલા ગામે રહેતા આહીર પરિવાર વચ્ચે થયેલ મનદુઃખ ફાયરીંગ પર આવી ગયું છે. લાંબા સમયથી બોલવાનો વ્યવહાર ન ધરાવતા બે પિતરાઈ ભાઈઓ વચ્ચે આજે બોલાચાલી થયા બાદ મોટાબાપુના દીકરાએ તેના જ પિતરાઈ ભાઈ પર દેશી તમંચાથી ફાયરીંગ કરી ભાઈને લોહી લુહાણ કરી નાખતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સારવાર લીધા બાદ ઘાયલ ભાઈએ ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મુરીલા ગામે રહેતા ખીમાભાઈ મેરામણભાઈ વસરા પર તેના જ મોટાબાપુના દીકરા નારણભાઈ પુંજાભાઈ વસરાએ દેશી તમંચા દ્વારા ફાયરીંગ કર્યું હતું. જેમાં તમંચામાંથી છુટેલ છરાના બે રાઉન્ડ પૈકી એક ડાબા હાથની કોણીથી નીચેના ભાગે અને અન્ય એક રાઉન્ડનો છરો ગળાના ભાગે ખુંપી જતા ખીમાભાઈ લોહી લુહાણ થઇ ગયા હતા. અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા બાદ પોલીસને જાણ કરી વિધિવત ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી મોટાબાપુના દીકરા અને પોતાના પરિવારને લાંબા સમયથી બોલવાનો પણ વ્યવહાર નથી, દરમિયાન આજે સવારે જયારે ખીમાભાઈ પોતાના ઘરેથી નીકળી વાડા તરફ જતા હતા ત્યારે આરોપીએ પોતાના ઘરેથી બહાર નીકળી પોતાના ઘર બાજુ જોવા બાબતે બોલાચાલી કરી હતી અને ઉસ્કેરાઈ જઈ મારી નાખવાના ઈરાદે ભાઈ પર ફાયરીંગ કર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here