લાલપુર: માર્કેટિંગ યાર્ડમાં કામ કરવા જતાં આહીર યુવાનનું અકસ્માતમાં મોત

0
596

જામનગર જિલ્લાના લાલપુર નજીકના મુરીલા ગામ પાસે પૂર ઝડપે દોડતી એક કારે ઠોકર મારતા બાઈક સવાર યુવાનનું કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. મુરીલા ગામનો યુવાન પોતાનું મોટરસાયકલ લાલપુર ખાતેના માર્કેટિંગ યાર્ડ કામે જવા માટે જતો હતો ત્યારે કાર યમરાજ બની આવી હતી.

જામનગર લાલપુર રોડ પર આવેલા લાલપુર નજીકના મૂરીલા ગામ નજીક ગઈકાલે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. તાલુકા મથક નજીકના જામનગર રોડ પર આવેલા કુકડા કેન્દ્રની આગળ લાલપુર તરફ જતી જીજે 10 બીએન 1979 નંબરની મોટરસાયકલને સામેથી પૂર ઝડપે આવી રહેલ જીજે 37 જે 9517 નંબરની કારના ચાલકે જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. અકસ્માતમાં મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયેલા મુરીલા ગામના ધવલ દેવાનંદભાઈ સોચા નામના યુવાન ને માથા તથા જમણા પગના ગોઠણના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. મૃતકના કૌટુંબિક કાકા અકસ્માત સમયે પોતાની કાર લઇ મોટરસાયકલ પાછળ જ આવી રહ્યા હતા ત્યારે કાર ચાલકે ઠોકર મારી હતી. આ બનાવની મૃતકના મોટાભાઈ રાજદીપ ભાઈને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે સારવાર મળે તે પૂર્વે જ ધવલનું મૃત્યુ નીપજતા બે ભાઈઓના પરિવારમાં શોક છવાઈ ગયો હતો. ખેતી કામ કરતા બંને ભાઈઓ પૈકીના મૃતક ધવલભાઈ લાલપુર ખાતેની માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના મોટાભાઈ રાજદીપના લગ્ન થઈ ગયા છે. જ્યારે મૃતક હજુ અપરણિત હતો. આ બનાવના પગલે નાના એવા મોરીલા ગામમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here