‘મીઠી ખારેક’ તો યાદ હશે બધાય ને ? જી હા, આ જ મીઠ્ઠી ખારેક કચ્છના રાજકીય અગ્રણીની હત્યાની નિમિત બની હતી. વ્યભિચાર માટે પ્રચલિત બનેલ કચ્છ જીલ્લો વધુ એક વખત ખરડાયો છે આવા જ એક વ્યભિચારને લઈને, કચ્છના એક લોક કલાકારનો નગ્ન હાલતમાં વિડીઓ વાયરલ થયો છે અથવા જાણી જોઈને કરવામાં આવ્યો છે. બે સખ્સો એક હોટેલમાં પહોચે છે. જ્યાં રૂમમાં કલાકાર નગ્ન હાલતમાં અન્ય સ્ત્રી સાથે મળી આવે છે. સખ્સો દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. કલાકાર માફી માંગે છે. પણ આ વિડીઓ બ્લેકમેલ કરવાના ભાવ સાથે ઉતારવામાં આવ્યો હોવાનો વધુ ભાવ જગાવે છે.

મીઠી ખારેક, હની ટ્રેપ સહિતની વ્યભિચાર-અસામાજીક પ્રવૃતિઓથી કચ્છ જિલ્લો વારે વારે ચર્ચામાં આવે છે. ત્યારે વધુ એક વખત જીલ્લો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક હોટેલમાં કચ્છી લોકગાયકે અન્ય સ્ત્રી કલાકાર સાથે ઉતારો લીધો હતો. એ જ ક્ષણે બે સખ્સો રૂમમાં આવી પહોચે છે. ત્યારે આ કલાકાર સંપૂર્ણ નગ્ન અવસ્થામાં મળી આવ્યા હતા.

બંને સખ્સો મોબાઈલ વિડીઓ શૂટ કરે છે અને કલાકાર સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. કચ્છી કલાકાર કચ્છી બોલીમાં જ માફી માંગે છે અને આ બધું છોડવા કહે છે. ત્યારબાદ આ વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવે છે. વિડિઓ વાયરલ થતા જ ભોગગ્રસ્ત કલાકારે મહિલા સહિત અન્ય બે સખોસ મળી કુલ ત્રણ સામે ફરોયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓએ ટ્રેપ ગોઠવી 25 લાલહ માંગ્યા હોવાનો આરોપ લગાવાયો છે.