ખંભાલીયા : વ્યાજે લીધેલ રૂ. ૨.૩૮ લાખ વેપારીએ ઉડાવ્યા ઓનલાઈન ગેમ-મોજશોખમાં, વ્યાજખોરે આકારણી કરી રૂ.૧૪.૬૨ લાખની

0
1221

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે ઈલેક્ટ્રોનિક પેઢી ધરાવતા એક વેપારીએ ગઢવી સખ્સ પાસેથી આઠ ટકાના વ્યાજે લીધેલ રૂપિયા ૨.૩૮ લાખની મૂડી પર રૂપિયા ૧૮.૭૪ લાખ રૂપિયા મુદ્દલ સહિતનું વ્યાજ આકારવામાં આવતા અંતે ૧૪.૬૨ લાખ ફાયનલ થયા હતા. વ્યાજખોરીનું આ પ્રકરણ પોલીસ દફતર સુધી પહોચ્યું છે. ખંભાલીયામાં ખ્યાતનામ પેઢી પરેશ ટ્રેડીંગ કુ. ના માલિક સાથે ગઢવી સખ્સે ફેલાવેલ વ્યાજના વિષચક્રની માયાઝાળ અને ધાક ધમકી અંગેની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

જામ ખંભાલીયામાં સ્ટેશન રોડ પર આવેલ પરેશ ટ્રેડીંગ કુ. નામની પેઢી ધરાવતા અભી નીલેશભાઈ નટવરલાલ કુંડલીયાએ પોતાના ધંધાની જરુરીયાત મુજબ ખંભાલીયાના જ અમિત મોવર નામના સખ્સ પાસેથી જાન્યુઆરી ૨૦૨૧ના મહિનાથી સમયાન્તરે રૂપિયા ૨,૩૮,૫૦૦ની રકમ રૂપિયા આઠ ટકાના વ્યાજ દરે લીધી હતી. આ રકમ હાથ ઉછીતી આપી છે અને છ મહીને પરત કરવાની છે એવું લખાણ પણ વકીલની રૂબરૂમાં તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોનાકાળ વચ્ચે વેપારીને વ્યાજની રકમ ભરવામાં ફાફાપડી જતા આરોપી અમિત દિવસ-દિવસનું વ્યાજ ઉમેરી રકમ બેવડી કરતો હતો. જેને લઈને અભી ગુમસુમ રહેવા લાગ્યો, તાજેતરમાં આ બાબતે અભીએ તેના પાપાને જાણ કરી હતી.

પોતે મોજશોખ કરવા અને ઓન લાઈન જુગાર રમવા માટે રૂપિયા વ્યાજે લીધા હોવાનું અભિએ તેના પિતાને જણાવ્યું હતું. જેને લઈને અભિના પિતાએ અમિત મોવરનો સંપર્ક કરી હિસાબ આપવા કહ્યું હતું. જેમાં આ સખ્શે મુદલ અને વ્યાજ સહીત રૂપિયા ૧૮.૭૪ લાખની રકમ લેવાની થતી હોવાનો હિસાબ આપ્યો હતો. જેને લઈને યુવાન વેપારી અકળાઈ ગયો હતો અને માત્ર રૂપિયા ૨.૩૮ લાખની જ રકમ વ્યાજ સાથે ચૂકતે કરવાની હોવાનું તેના પિતાને જણાવ્યું હતું. જો કે સામે પક્ષે અમિત મોવરે રૂપિયા ચાર લાખ ઓછા કરી રૂપિયા ૧૪ લાખ માટે પઠાણી ઉઘરાણી શરુ કરતા અંતે અભિના પિતાએ ઉપરોક્ત બાબતે પોલીસમાં અરજી કરી હતી જે અરજીના અનુસંધાને પોલીસે આરોપી અમિત મોવર સામે ધીન્ગું વ્યાજ વસુલવા નાણા ધીરધાર અધિનિયમ અને ધાકધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here