ખંભાલીયા: વિદેશી સિગારેટના જથ્થા સાથે બે પકડાયા

0
1611

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દાણચોરીને લગતી પ્રવ્રુતીઓ અટકાવવા માટે એસઓજી પોલીસે કાર્યવાહીનો ધમધમાટ આગળ ધપાવ્યો હતો. જેમાં એસ.ઓ.જી. શાખા દેવભૂમિ દ્વારકાના સ્ટાફના માણસો વાડીનાર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. મંહમદભાઇ બ્લોચ, ઇરાનભાઇ ખીરા તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવિરસિંહ ગોહીલને બાતમી મળેલ કે દાઉદ અબ્બાસ માણેક તથા નજીર કાસમ ભાયા રહે.બન્ને ભરાણા વાળા હાલ ભરાણા બંદર ઘેડીયા પીરની દરગાહ પાસે વેચાણ અર્થે વિદેશી સિગરેટના જથ્થા સાથે ઉભેલ છે, વિદેશી સિગરેટ બાબતે બંન્ને પાસે કોઇ આધાર પુરાવા નથી. આ ચોક્કસ હકિકત મળતા એસ.ઓ.જી. ટીમ દ્વારા ત્વરીત ઝડપી કાર્યવાહી કરતા ભરાણા બંદર ઘેડીયા પીરની દરગાહ પાસે થી બન્ને સખ્સોને આંતરી લેવામાં આવ્યા હતા. બંને સખ્સોની અટકાયત કરી પોલીસે બંને પાસે રહેલ પ્લાસ્ટીકના બાચકાની જડતી લીધી હતી. જેમાંથી વિદેશી સીંગરેટના પાકીટ નંગ-૫૫ કુલ કિ.રૂ. ૨,૦૭,૯૯૦૮ નો જથ્થો મળી આવ્યો હતો. બન્ને ઇસમો પાસે આ જથ્થા અંગેના કોઇ આધાર પુરાવા કે બિલn મળતા તેમજ કસ્ટમ વિભાગ પાસેથી પણ કોઇપણ પ્રકારની વિદેશી સિગરેટ આયાત કરવા સંબંધેની પરવાનગી લીધેલ નહિ હોવાનું સામે આવતા બંને સખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.


કઈ કઈ બ્રાંડની સિગારેટ છે ?

(1) Mahoo (મોબોરો) medy under thority of Filip Marris Brand Firl euchtel Switzerland વિદેશી સીગરેટના કાર્ટુન નંગ-૨૮ તથા છુટા વિદેશી સીગરેટના પેકેટ નંગ ૧૧૭ મળી કુલ વિદેશી સીગરેટના પેકેટ નંગ – ૩૯૩ ની કુલ કી. રૂપિયા ૧૪૮૯૦૮

(2) L & M, Red Label, Since 1953 Fine Tobaccos Finely Cut, made under authority of Philip Morris Production S.A., leuchatel, Switzerland વિદેશી સીગરેટના કાર્ટુન નંગ-૪ તથા છુટા વિદેશી સીગરેટના પેકેટ નંગ – ૧૫ મળી કુલ વિદેશી સીગરેટના પેકેટ નંગ – ૫૫ ની કી. રૂ. ૨૪૭૫૦,

(3) MarlicrosLD (માર્લોરો ગોલ્ડ) rade urder authority zf Philip Morris Brand Sal, Neuchatel, Switzerland નામની વિદેશ સીગરેટના કાર્ટુન નંગ-ર તથા છુટા વિદેશી સીંગરેટના પેકેટ નંગ – ૭૮ મળી કુલ વિદેશી સીગરેટના પેકેટ નંગ ૯૮ ની કુલ કિં.રૂ ૨૦૦૮ કબજે કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here