કાલાવડ, જામજોધપુર અને રાવલમાં પુનમબેનને કોળી સમાજનો આવકાર, જામનગરમાં ટ્રસ્ટના કાર્યકરોનું સમર્થન

0
1353

જામનગર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ ને ચોમેરથી પ્રચંડ આવકાર રહ્યો છે, ત્યારે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા કોળી સમાજ દ્વારા પણ મોટું જન સમર્થન પ્રાપ્ત થયું છે, અને પૂનમબેન માડમ ને સતત ત્રીજી ટર્મ માં જંગી સરસાઈ સાથે વિજયી બનાવવા માટેનો નિર્ધાર કર્યો છે.જયારે જામનગરના ટ્રસ્ટ દ્વારા પણ બેનને જબરું સમર્થન મળ્યું છે.

ગુજરાત રાજ્યના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યભાઈ સોલંકી કે જેઓએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકામ કર્યો છે. તેઓ દ્વારા જામ રાવલ, જામજોધપુર અને કાલાવડમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિજય વિશ્વાસ સભાઓ ગજવી હતી. પ્રત્યેક સ્થળે બહોળી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ- બહેનો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા, અને લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જંગી લીડની સાથે વિજેતા બનાવવા કૃતનિશ્ચયી થયા હતા. દિવ્યેશભાઈ સોલંકી દ્વારા બંને જિલ્લામાં ઝંઝાવતી પ્રવાસ કરવામાં આવ્યો છે, જેઓની સાથે કોળી સમાજના અન્ય મહાનુભાવો અને બંને જિલ્લાના હોદ્દેદારો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા, અને શ્રી પૂનમબેન માડમને જંગી અને ઐતિહાસિક લીડ સાથે જીતાડવા માટેનો સંકલ્પ થઈ રહ્યો છે.

 જામનગર જિલ્લા સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના તા.12-3-2015 ના રોજ કરવામા આવેલ છે આ ટ્રસ્ટ છેલ્લા 9 વર્ષ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામા આવેલ છે જેમા સમુહ લગ્ન બહનો રાહત દરે સિલાઈ મશીન વિધાર્થી સન્માન સમારોહ, ધોરણ 10 અને 12 વિધાર્થીઓને માર્ગદર્શન અને પરીક્ષા કીટ વિતરણ કોમ્પિટિશન પરીક્ષા પરીક્ષાનુ ફ્રી માર્ગદર્શન બ્લડ કેમ્પ સર્વ રોગ નિદાન કેમ્પ આંખુના કેમ્પ ચિકનગુનીયા કેમ્પ હોસ્પિટલ ના દર્દી જરૂરીયાત સાધનની સહાય વિધાર્થીઓને રાહત દરે નોટબુક મા અમૃતમ કાર્ડ કેમ્પ આયુષ્માન કાર્ડ ના કેમ્પ આધાર કાર્ડના કેમ્પ કોરાના કાળમા ફ્રી સેનીટાઝર વિસ્તરણ વિધવા અને નીરાધન બહેનો તેમજ જરૂરીયાત મંદ લોકોને રાશન કીટ અબોલ પશુ પંખીઓને લાડવા ધાસ ચારો અને ચણ જરૂરીયાત મદ લોકો ને રાશન ચાલુ કરવાનો કેમ્પ કોરોના વેકસીન કેમ્પ આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામા આવે છે.

ટ્રસ્ટ ના સ્થાપક પ્રમુખ સુભાષભાઈ બી. ગુજરાતી વર્તમાન પ્રમુખ જયેશ એન. કંટારીયા તેમજ મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન એસ. ગુજરાતી ની અધ્યક્ષતામાં ગત તારીખ ૨.૫.૨૦૨૪ ના દિવસે ટ્રસ્ટની જનરલ કારોબારીની મીટીંગ મળી હતી.જેમા ટ્રસ્ટીઓ,કારોબારી સભ્ય અને સભ્યશ્રીઓ મીટીગમા ઉપસ્થિત રહા હતા આ બેઠકમાં ટ્રસ્ટ ના નેજા હેઠળ ૨૫૧ જેટલા પરિવારોએ ૧૨- જામનગર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમને જાહેર સમર્થન આપ્યું છે, અને તેઓને આગામી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેનો સર્વ સંમતિથી સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમ સ્થાપક સુભાષભાઈ ગુજરાતી પ્રમુખ જયેશભાઈ એન કંટારિયા ની એક યાદીમાં જાહેર કરાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here