કાલાવડ: આશ્રમના સેવિકા બહેનનું સગાભાઈઓએ અપહરણ કરાવ્યું, કારણ?

0
2585

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા અને આશ્રમ ચલાવી સેવા પૂજા કરતા ગાયક કલાકારનું સગાભાઈએ અન્ય આઠ સખ્સોને સાથે રાખી અપહરણ કરાવી માર માર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે . સામન્ય બાબતે ભાઈએ અન્ય સાથે આવી બહેનને ઉઠાવી અપહરણ કરી ધાક ધમકી આપી હોવાનું પોલીસમાં જાહેર થયું છે 

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ ખાતે જામવાડી રોડ પર વિશ્વાસ ધામ આશ્રમ ચલાવતા સેવા પૂજા કરતા અને ગાયક કલાકાર તરીકેની ભૂમિકા ભજવતા છાયાબેન કરશનદાસ રામદાસ મકવાણા ઉવ 29  ગત તા. ૨૫મીના રોજ રાત્રે ઘરે હતા ત્યારે ત્રણ ચાર ગાડીઓ આશ્રમમાં આવી હતી, આ ગાડીઓમાંથી તેના ભાઈઓ દયાનંદભાઈ કરસનદાસ મકવાણા, મોરારીદાસ કરશનદાસ મકવાણા રહે. તરેડગામ, કોંજલીરોડ તા.મહુવા જી.ભાવનગર, દયાનંદભાઇ કરશનદાસ મકવાણા રહે. તરેડગામ, કોંજલીરોડ તા.મહુવા જી.ભાવનગર,  ઘનસ્યામભાઇ ભગવાનભાઇ ગૌસ્વામી રહે.તરેડ ગામ તા.મહુવા તથા સંજયભાઇ જીવણભાઇ રહે.હરીપરા ગામ તા.મહુવા તથા દિનેશભાઇ મુળજીભાઇ રાઠોડ રહે.સુણા ગામ તા.મહુવા તથા મનહરભાઇ ઉર્ફે મુન્નાભાઇ વાળા રહે.સુણા ગામ તા.મહુવા તથા નંદરામદાસબાપુ ઉર્ફે લાલબાપુ રહે.તરેડ ગામની સીમમા તથા રફીક હાસમભાઇ શેખ રહે.તળાજા તથા  રામભાઇ રૂખડભાઇ સોલંકી રહે.હરીપરા તા.મહુવા વાળા ઉતર્યા હતા.

તમામ સખ્સોએ આશ્રમમાં ગેર કાયદે પ્રવેશ કરી ભાઈ દયાનંદએ બહેન છાયાને કહ્યું હતું. કે તેના દાદીમા સીરીયસ છે અને તેને રાજકોટ હોસ્પીટલમા સારવારમા દાખલ કરેલ છે અને તે તને જોવા માંગે છે, જો કે છાયાબેને તેની સાતેહ જવાની ના પાડી દીધી થી. જેને લઈને ઉસ્તેકેરાયેલ ભાઈએ  જેમફાવે તેમ ભુંડા ગાળો આપી મોઢામા તેમજ શરીરે આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો જયારે અન્ય  તમામ આરોપીઓ પોતે લઇ આવેલ ગાડીમાથી લાકડાના ધોકા કાઢી છાયાબેન પર હુમલો કરી  હાથમા ધોકાનો ઘા મારી, શરીરે જેમફાવે તેમ માર મારી,  તમામ આરોપીઓએ તેણીના ના બે હાથ તથા બે પગ પકડી ઢસડી હતી.

ત્યારબાદ તમામ આરોપીઓએ છાયાબેનને બળજબરીથી ઉપાડી પોતે જે ગાડીઓમાં આવ્યા હતા એ ગાડીમા બેસાડી તેણીનું અપહરણ કર્યું હતું. ઉપરાંત છાયાબેન જે આશ્રમમા રહેતા હોય ત્યાના માણસોને તેણીના બંને  ભાઈઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  આ બનાવ અંગે ચાયાબેને બંને ભાઈઓ ઉપરાંત તમામ આરોપીઓ સામે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં આઈપીસી કલમ ૩૬૫,૩૨૩,૧૪૩,૧૪૪,૧૪૭,૧૪૮,૧૪૯,૫૦૪,૫૦૬(૨),૪૫૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) તથા એટ્રોસીટી કલમ- 3(1)(S),3(2)(5-A) મુજબ ફરિયાદ નોંધાવતા એસસી એસટી સેલના ડીવાયએસપી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here