કાલાવડ : ટ્રેક્ટરે ઠોકર મારતા કારમાં સવાર બે પૈકી એક મિત્રનું મોત

0
691

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામ નજીક ટ્રેક્ટર ચાલકે કારને ઠોકર મારી નીપજાવેલ જોરદાર અકસ્માતમાં નિકાવા ગામના એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ  પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનેન યુવાનો નીકાવાથી કાર લઇ ચાંદલી ગામે જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડ તાલુકા મથકથી ૨૦ કિમી દુર ખડધોરાજી ગામથી નાના વડાળા ગામ તરફ જવાના રોડ પર આવેલ ડેમના પાળાની સામે રોડ પ ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યે જી.જે.૧૦.બીઆર.૩૩૬૮ નંબરના ટ્રેક્ટર ચાલક ધનજીભાઇ શામજીભાઇ બેચરભાઇ પરમાર રહે.નીકાવા ગામ જુના પીપરના રસ્તે તા.કાલાવડ જી.જામનગર વાળાએ  પોતાનું ટ્રેક્ટર પુર ઝડપે ચલાવી જીજે ૩ ડીએન ૯૫૪૪ નંબરની કારને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો જેમાં કારમાં સવાર પ્રશાંતભાઇ જેન્તીભાઇ મુછડીયા (ઉ.વ.૨0) વાળા તથા તેઓના મીત્ર નીખીલભાઇ સુરેશભાઇ પરમાર (રે. બન્ને નીકાવા ગામ)ને ઈજાઓ પહોચી હતી. પ્રસાંતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે નીખીલને ડાબી બાજુની આંખમાં ગંભીર ઈજાઓ પહોચતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવ અંગે મૃતકના પિતાએ ગ્રામ્ય પોલીસમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ટ્રેક્ટર ચાલકની અટકાયત કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.

બંને યુવાનો નીકાવા ગામથી ચાંદલી ગામે કામ અર્થે જતા હતા ત્યારે ખડધોરાજી ગામ પાસે રોડ પર આવેલ ડેમના પાળા પાસે પહોચતા સામેથી આવી ચડેલ ટ્રેકટરે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here