કાલાવડ: ફટાકડા તો ફૂટશે જ, થઈ બોલાચાલી અને ફાયરીંગ સુધી પહોચી ગઈ ઘટના

0
2511

જામનગર: જીલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામે ગઈ મોડી રાત્રે ઘર પાસે ફટાકડા ફોડતા એક આધેડ પર સ્કોર્પિયોમાં આવેલ ચાર સખ્સોએ હુમલો કરી એક સખ્સે ફાયરીંગ કરી બાળકી સહીત પાંચ સભ્યોને ઈજા પહોચાડી નાશી છુટતા સનસનાટી મચી જવા પામી છે, ઘાયલ બાળકી સહિતના પાંચેય સભ્યોને તાતકાલીક જામનગર ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે નાશી ગયેલ સખ્સોની પોલીસ હરકતમાં આવી છે અને નાશી ગયેલ સખ્સોની શોધખોળ શરુ કરી છે. ઘાયલ આસામીના જણાવ્યા અનુસાર અગાઉ પણ આરોપી સાથે માથાકૂટ થઇ હતી અને ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ ઘટના બાબતે પણ આરોપીએ બોલાચાલી કરી હતી. બોલાચાલી કરી સ્કોર્પીઓમાં પરત ફરેલ ચાર શખ્સોને હુમલો કર્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

જામનગર જીલ્લામાં વધુ એક ક્રાઈમની ગંભીર ઘટના સામે આવી છે જીલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામે ફાયરીંગ અને મારામારીની ઘટના સામે આવી છે. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલ બોલાચાલી બાદ મામલો ફાયરીંગ સુધી પહોચ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ઘાયલ થયેલ ગામમાં રહેતા તાન્જુમભાઈ કાસમભાઈ હલાનીના જણાવ્યા અનુસાર તેઓ ગઈ કાલે રાત્રે દશેક વાગ્યે પોતના ઘરે આવ્યા હતા અને બે દોહીત્રીઓ સાથે સાથે ફટાકડા ફોડવા ઘર બહાર નીકળ્યા હતા. તેઓ ફટાકડા ફોડતા હતા ત્યારે યુનુસ તૈયબ ત્યાં આવી પહોચ્યો હતો. જ્યાં ફટાકડા ફોડતા તાન્જુમભાઈને અહી ફટાકડા નહિ ફોડવા કહ્યું હતું. જેને લઈને તાન્જુમભાઈએ ફટાકડા અહીં ફૂટશે એમ કહ્યું હતું જેના જવાબમાં તૈયબે કહ્યું હતું કે જો ફટાકડા ફોડશો તો હું ફાયરીંગ કરીશ એમ કહી ત્યાં થી ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ થોડીવારમાં જ એક સ્કોર્પિયો આવીને ઉભી રહી હતી જેમાંથી ઉતરેલ તૈયબ બાર બોરનો જોટો, વેલ્ડીંગ વાળા મમલા પાસે તમંચો, અસીફ પાસે છરી અને તેના પુત્રએ હુમલો કર્યો હતો. જેમાં તૈયબએ તુંન્જુમભાઈ પર ફાયરીંગ કર્યું હતું અને અન્ય સખ્સોએ અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો, ઘર આંગણે કોલાહલ થતા તાન્જુમભાઈના પરિવારજનો બહાર આવ્યા હતા. ત્યારબાદ આ સખ્સોએ તમામ પર હુમલો કર્યો હતો. જેમાં એક બાળકી સહીત પાંચ સભ્યોને ઈજા પહોચી હતી વારદાતને અંજામ આપી તમામ શખ્સો નાશી ગયા હતા. આ ઘટનામાં તાન્જુમભાઈ હલાની, સીમરન તાન્જુમભાઈ હલાની, તમન્ના હલાની, આયસુબેન ફિરોજભાઈ હલાની અને અન્ય એક સહીત પાંચ સભ્યોને ઈજાઓ પહોચતા તત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાના પગલે કાલાવડ પોલીસે ઘટના સ્થળે પહોચી હતી. દરમિયાન જામનગર ખસેડાયેલ પાંચેય સભ્યોને જી જી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તાજેતરમાં હત્યા પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ અંગે તૈયાબે તન્જુબભાઈ ને કહ્યું હતું અને પોલીસે મારું શું કરી લીધું એમ પણ કહ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. ફટાકડા ફોડવા અને જૂની અદાવતના મનદુઃખથી હુમલો થયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી નાશી ગયેલ આરોપીઓની તાત્કાલિક શોધખોળ શરુ કરી છે અને આ બનાવ અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરુ કરી હતી. આ બનાવના પગેલ નાના એવા ગામમાં સનસનાટી પ્રસરી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here