કાલાવડ : દેશી પિસ્ટલ સાથે ભોલીયો પકડાયો, સપ્લાયર ફરાર

0
380

જામનગર: કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે એલસીબી પોલીસે દરોડો પાડી ખેતી કામ કરતા સંધી સખ્સને દેશ બનાવટની પિસ્તલ સાથે પકડી પાડ્યો છે. આ હથિયાર ખેત મજુરી કરતા સખ્સ પાસેથી ખરીદ્યું હોવાની આરોપીએ કબુલાત કરી છે. જો કે ખેત મજુર હાજર નહિ મળતા પોલીસે તેને ફરાર દર્શાવી રૂપિયા ૨૫ હજારની કિમતનું હથિયાર કબજે કરી કાલાવડ પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે. 

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે રહેતો અને ખેતી કામ કરતો અરમાન ઉર્ફે ભોલીયો ડાડાભાઈ ઓસામાનભાઈ હાલેપોત્રા નામનો  સખ્સ ગેર કાયદે રીતે દેશી હથિયાર સાથે પોતાના મકાને હોવાની એલસીબી પોલીસને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પીઆઈ લગારીયા સહિતના સ્ટાફે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો જેમાં આરોપી અરમાન પાસેથી પોતાના કબ્જાના મકાનમાં ગેર કાયદેસર રીતે પરવાના-લાયસન્‍સ વગર રાખેલ દેશી બનાવટની પિસ્ટલ કિ. રૂ. ૨૫,૦૦૦ મળી આવી હતી. પોલીસે આ પિસ્ટલ કબજે કરી આરોપીની અટકાયત કરી પૂછપરછ કરી હતી.

જેમાં આ  હથિયાર તેમણે ધૂન ધોરાજી ગામે રમેશભાઈ પટેલની વાડીએ મજુરી કામ કરતા મહેશ નારણ રાઠવા નામના સખ્સ પાસેથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે ધૂન ધોરાજી ગામે તપાસ કરી હતી. જોકે ખેત મજુર સખ્સ ન મળતા એલસીબીએ આરોપીને કાલાવડ ગ્રામ્ય પોલીસના હવાલે કરી આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવી કબજો સોંપ્યો હતો. કાલાવડ પોલીસે આરોપીને કોર્ટ સંક્ષ રજુ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here