ટોકિંગ પોઇન્ટ : ભાજપના કોર્પોરેટરે ઈજનેરને ફડાકા ખેંચી લીધા

0
655

જામનગર મહાનગર પાલિકા વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. મહિલા નગર સેવિકાઓના અધિકારીઓ સામેના વર્તન અંગેની ઘટનાઓ હજુ તાજી જ છે. એક મહિલા નગર સેવિકાએ તો આરોગ્ય કર્મચારીને ફડાકા પણ ઝીંકી લીધાની પોલીસ દફ્તરે ફરિયાદ નોંધાઈ છે. જયારે અન્ય બનાવમાં એક નગર સેવિકાએ મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીની ચેમ્બરમાં પહોંચી લાકડીઓ વીંઝી ફાઈલો વેરવિખેર કરી નાખી હતી.

આ ઘટનાઓ ભૂંસાઈ ગઈ છે ત્યાં ભાજપના નગરસેવકો અને એક ઈજનેર વચ્ચે થયેલ બોલાચાલી તેમજ નગરસેવકની ઈજનેર સામે ફડાકાવાળીનો કિસ્સો સામે આવ્યો છે. મહાનગર પાલિકાના પરિસરમાં જ અગાઉ અનેક હોદ્દા ભોગવી ચૂકેલ વરિષ્ઠ નગરસેવકે ઈજનેરને તમાચા ચોડી દેતા મહાનગર પાલિકા પરિસરમાં ચકચાર મચી જવા પામી છે. જો કે આ બનાવ અંગે પોલીસ દફ્તર સુધી વિગતો પહોંચી નથી પરંતુ ઈજનેર દ્વારા સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છે.

કઈ બાબતે અને કાયા સંજોગોમાં આ બનાવ બન્યો તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ જે નાગરસેવકનું નામ આવ્યું છે તે નગરસેવક શાંત સ્વભાવના હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ઈજનેરને કઈ બાબતે વાંધો પડ્યો તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here